________________
સાજ એટલે કે પ્રજ્ઞા જ્ઞાનરૂપી તીક્ષ્ણ હથિયાર મળ્યું છે. પ્રથમ આ શસ્ત્રનો ઉપયોગ ચોથા ગુણસ્થાનકે સંસારની જડતાને છેદવામાં કરેલ. હવે સમત્વની પ્રાપ્તિ માટે આ અપૂર્વશસ્ત્રનો ઉદ્યમ, પુરુષાર્થ માંડ્યો છે.
આવી રીતે આ સ્તવન દ્વારા આનંદઘનજી મોક્ષમાર્ગમાં સમતાયોગનું મહત્ત્વ સમજાવે છે.
૨૧મા નમિનાથના સ્તવનમાં એ ધ્યાનની એકાગ્રતાને સમજાવી ધ્યાનયોગનું મહત્ત્વ બતાવે છે. એના માટે ભમરીનું દૃષ્ટાંત આપે છે - જિન સ્વરૂપ થઈ જિન આ૨ાધે, તે સવી જિનવ૨ હોવે રે, ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે... II9TI
જિનેશ્વર પરમાત્મામાં લીન થઈ, તદાકા૨ થઈ જે તેની આરાધના કરે છે, તે નક્કી જિનેશ્વર થાય છે. જેમ ભમરી ઇયળને ડંખ મારે છે ત્યા૨ે તે ઇયળ ભમરી રૂપે થઈ જાય છે તેમ નિર્વિકાર એવા જિનેશ્વર પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધર્મધ્યાન અને આગળ વધી શુક્લધ્યાન ધરતાં જીવ રાગ-દ્વેષ-કષાયમય સંસાર નિવા૨ી પોતે જિનસ્વરૂપ થાય છે. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા એક રૂપે - અભેદ થાય અર્થાત્ સમાપત્તિ થાય. પરમાત્મા સાથે સમરસીભાવ પ્રાપ્ત કરી પોતે ૫રમાત્મપદ પ્રાપ્ત કરે.
આવી રીતે આનંદઘનજીએ આ સ્તવનો દ્વારા યોગની જુદી જુદી અવસ્થાનો ખ્યાલ આપ્યો છે. યોગબિંદુ, વીસર્વિશિકા, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ વગેરે ઘણા પૂર્વાચાર્યોના ગ્રંથોમાં શરૂઆતથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીનો વિકાસમાર્ગ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. તે પ્રમાણે આનંદઘનજીએ આ સ્તવનો દ્વારા આત્મવિકાસનો ક્રમિક માર્ગ બતાવ્યો છે જેથી સાધક મોક્ષમાર્ગ પર આગળ વધી પરમાત્મપદ પ્રાપ્ત કરે.
૨૩૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની