________________
મનડું દુરાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું, આનંદઘન’ પ્રભુ, મારું આણો, તો સારું કરી જાણે. હો.. ITI
આનંદઘનજી આ સ્તવનમાં કહે છે કે મનને વશ કરવું અતિ દુષ્કર છે. મોક્ષપ્રાપ્તિના અભિલાષાથી જીવ તપ, ઘોર સાધના કરતા હોય, જ્ઞાન અને ધ્યાનના અભ્યાસમાં સતત લીન રહેતા હોય, આગમના ઊંડા અભ્યાસી હોય પણ જો ચંચળ મનને સ્થિર ન કરી શકે તો ક્ષણવારમાં મોહના પાશમાં પટકાઈ જાય છે. સાધ્યના સમીપમાં પહોંચ્યા છતાં દૂર ફેંકાઈ જાય છે. મોહનીય કર્મનો ઉપશમ કરી, ઉપશમ શ્રેણી ચડી અગિયારમે ગુણસ્થાનકે પહોંચેલા મહાત્માઓ પણ ઠેઠ ચોથા અને બીજા સાસ્વાદન ગુણસ્થાનકથી પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી આવી પહોંચે છે. એટલે આનંદઘનજી કહે છે કે જ્ઞાનયોગ દ્વારા મનને સાધવાનું છે. જ્ઞાનયોગથી આત્માનું-પરમાત્માનું સ્વરૂપ જેમ જેમ વિચારવામાં આવે તેમ તેમ ચંચલ મન શાંત થતું જાય છે. “અધ્યાત્મસાર”માં ઉપાધ્યાય યશોવિજયજી આ જ વાત સમજાવતાં કહે છે, સ્થિર થયેલું મન રજોગુણથી ચંચળતા પામે છે પરંતુ જ્ઞાની છે તે બહાર જતા ચિત્તને પાછું ખેંચી લઈ આત્મામાં સ્થિર કરી દે છે. ચંચળ અને અસ્થિર મન જ્યારે જ્યારે બહાર નીકળી જાય ત્યારે તેને પાછું વાળી, નિયમમાં રાખીને આત્માને વશ કરવો.
અંતમાં આનંદઘનજી કહે છે કે તપ-જપ-જ્ઞાન-ધ્યાન વગેરે સર્વ અનુષ્ઠાનો મનોનિગ્રહ વિના વૃથા છે. મનને વશ કરવું એ મહાયોગ છે. મહર્ષિ પતાંજલિએ ‘યોગસૂત્ર'માં પણ આ જ વાત કહી છે –
“યોગશ્ચિત્તવૃત્તનિરોધ: પા૨.૨ાા' એટલે આનંદઘનજી આ સ્તવન દ્વારા કહે છે કે જેને આત્મસાધના કરવી છે એમણે મનને કાબૂમાં લઈ વિકલ્પરહિત થવાની અર્થાત્ નિર્વિકલ્પપણાની સાધના કરવાની છે.
૧૬મા શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આનંદઘનજી શાંતિનું સ્વરૂપ જણાવે છે. શાંતિનું સ્વરૂપ સમજાવતાં સમતા યોગ સમજાવે છે
માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈસ્યો હોય તે જાણ રે... શાંતિ .IT ૯ ||
૨૩૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની