SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જે જીવને શરીરાદિ પરપદાર્થમાં આત્માના ભ્રમથી આત્મબુદ્ધિ હોય, મોહરૂપી નિદ્રાથી જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એ બહિરાત્મા છે. જે બાહ્યભાવને તજી દઈને આત્મામાં જ આત્મનિશ્ચય કરે છે એ અંતરાત્મા છે. જે આત્મા નિર્લેપ છે, અર્થાત્ જેને કર્મોનો કોઈ લેપ નથી, શરીરરહિત છે, શુદ્ધ છે, જેના રાગાદિ વિકાર નથી, નિવૃત્ત છે, નિર્વિકલ્પ છે, અવિનાશી સુખરૂપ છે એ પરમાત્મા શુદ્ધાત્મા) છે. આનંદઘનજીએ આ સ્તવનમાં ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્રણ પ્રકારના આત્માનું જ્ઞાન પરમાત્મ – સમર્પણ કરવા માટે જરૂરી છે. હું અને ‘મારું આ મમત્વભાવથી જ્યાં સુધી આત્મા ઘેરાયેલો છે ત્યાં સુધી તે બહિરાત્મા છે. જ્યારે આ આત્મા શાંત, સંયમી, ત્યાગી બને છે, બાહ્ય ભાવને-રાગાદિ ભાવને તજી દે છે ત્યારે તે અંતરાત્મા બને છે. અને આનાથી આગળ વિકાસ કરી પૂર્ણ યોગી બની પોતાના આત્મસ્વરૂપમાં જ લીન બને છે. વીતરાગી બની એના સર્વ ગુણો પ્રકાશે છે ત્યારે તે પરમાત્મા બને છે. આ સ્તવન દ્વારા આનંદઘનજી કહે છે કે બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મભાવમાં સ્થિર થવાથી પરમાત્મભાવ, પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. એ જ આત્મસમર્પણ છે. ૧૭માં કુંથુનાથ જિન સ્તવનમાં આનંદઘનજી મનને વશમાં લેવાની મહત્ત્વની વાત કરે છે. કુંથુજિન, મનડું કિમડી ન બાજે, હો કુંથુજિન, મનડું કિમહી ન બાજે, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે; હો... કુંથુ ||૧|| મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વેરિડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે હો... કુંથુ //૩ છેલ્લે કહે છે – મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહીં ખોટી, ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી; હો કુંથુ પાટા જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ ૨૨૯
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy