________________
સ્વરૂપનું ધ્યાન કરવું એ સંસ્થાનવિય ધર્મધ્યાન છે. આ ધર્મધ્યાન સાતમું ગુણસ્થાન - અપ્રમત્ત સંયતમાં ઉત્કૃષ્ટ હોય છે. અહીંથી પછી ક્ષપક શ્રેણીનો પ્રારંભ કરી અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સંસ્થાન વિશય ધર્મધ્યાનના ભેદ સામાન્યત: ધ્યાન બે પ્રકારના હોય છે - સાલંબન અને નિરાલંબન. સાલંબન ધ્યાનમાં કોઈ મૂર્તિ પ્રતીકનું આલંબન લેવાય છે. જ્યારે નિરાલંબન ધ્યાનમાં કોઈ આલંબન ન લેતાં કેવળ શુદ્ધ આત્મસ્વરૂપનું જ ધ્યાન કરાય છે.
સંસ્થાનવિય ધર્મધ્યાનનો સાલંબન ધ્યાનમાં સમાવેશ થાય છે. અહીં લોકનું સ્વરૂપ ધ્યાનના આલંબનના રૂપમાં આવે છે. સંસ્થાનવિચય ધ્યાનના ચાર ભેદ છે –
(૧) પિમ્હસ્થ (૨) પદસ્થ (૩) રૂપસ્થ (૪) રૂપાતીત
(૧) પિમ્યસ્થ ધ્યાન : પિડનો અર્થ સ્થૂલ પ્રતીક થાય છે. આ લોક સ્કૂલ પ્રતીક છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ આદિ લોકનાં મુખ્ય તત્ત્વ છે. એમને ધ્યેયરૂપી પ્રતીકના રૂપમાં લઈ એમના પર ચિત્તની એકાગ્રતા કરવી એ આ ધ્યાનના અંતર્ગત આવે છે.
પિચ્છસ્થ ધ્યાનમાં શ્રી વર્ધમાન સ્વામીએ કહેલી પાર્થિવી, આગ્નેયી, મારુતિ, વારુણી અને તત્ત્વરૂપી એમ પાંચ ધારણાઓ છે જે અનુક્રમે પૃથ્વી, અગ્નિ, વાયુ (પવન), જલ અને તત્ત્વસ્વરૂપ શુદ્ધ આત્મા સંબંધી છે જેનું અહીં વર્ણન કર્યું છે. જે યોગી આ પાંચ ધારણાઓના ચિંતવનથી પિંડ ધ્યાનની પ્રાપ્તિ કરે છે એ મુનિની પાસે કોઈ દુષ્ટ જીવ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ કરી શકતો નથી. સર્વ વિઘ્ન દૂરથી જ નષ્ટ થાય છે.
અહીં કોઈ શંકા કરે કે ધ્યાન તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું જ કરવાનું હોય તો અહીં પૃથ્વી, અગ્નિ, પવન, જલ આદિની કલ્પના શા માટે કરવી? તો એના સમાધાન માટે કહ્યું છે – આ શરીર પૃથ્વી આદિ ધાતુમય છે અને સૂક્ષ્મ કાર્મણ વર્ગણાના પુદ્ગલોથી બનેલું છે. આત્મા સાથે એનો સંબંધ છે. એ સંબંધથી આત્મા અનાદિકાલથી દ્રવ્ય ભાવરૂપ કલંકથી મલિન થતો રહ્યો છે. જેના કારણે
૨૦૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS