SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 6. ધારણા देशबन्धश्चत्तस्य धारणा ।।३.१।। पातंजल योगदर्शन અર્થ : ચિત્તની ધ્યેયમાં સ્થિતિ તે ધારણા છે. 7. ધ્યાન : उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ।।९.२७ ।। તત્વાર્થસૂત્ર કોઈપણ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન ઉત્તમસંધયણવાળાને હોય છે. 8. નિરાલંબન ધ્યાન- જે ધ્યાનની એકાગ્રતામાં પ્રતિમા આદિ બાહ્ય આલંબનો ન હોય. કેવળ આત્મા માત્ર જ જેમાં આલંબન છે એવી ઉત્કટ ધ્યાનદશા. 9. સમરસભાવ - સમત્વપૂર્વક. સમતાપૂર્વક એટલે જ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ યોગ કહ્યો છે. પરમાત્મા જેવું પોતાનું સ્વરૂપ (આત્મ સ્વરૂપ) અને જેવું પોતાનું એવું જગતના સર્વ જીવોનું સ્વરૂપ સમજવું. એ ભાવ સમરસીભાવ. એ યોગની શરમ સીમા છે. 10. બાહ્ય પરિગ્રહ वास्तु क्षेत्र धनं ध्यानं द्विपदाश्च चतुष्पदा : । રાયનાસનયાનં ર ણં માઇડમમી દ્રારા ૨૬.૪તા જ્ઞાનાર્ણવ અર્થઃ વાસ્તુ (ઘર), ક્ષેત્ર, ધન, ધાન્ય, દ્વિપદ (મનુષ્ય), ચતુષ્પદ (પશુ), શયનાસન, યાન, કુષ્ય અને ભાંડ આ બહારના દસ પરિગ્રહ છે. 11. અંતરંગ પરિગ્રહ मिथ्यात्ववेदरागा दोषा हास्याद्योऽपि षट् चैव । ચર્વાશ્ર ઋષાયાશ્ચતુર્વરાષ્યિન્ત પ્રસ્થા: ૨૬.૬ાા જ્ઞાનાર્ણવ અર્થ : મિથ્યાત્વ વેદરાગ ૩ હાસ્યાદિક (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા) અને ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય આ પ્રકારે અંતરંગના ચોદ પરિગ્રહ છે. ૨૧૮ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy