SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના આત્માનો જ નિશ્ચય કરે. આ આત્મા સમસ્ત દેહધારીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ ત્રણ અવસ્થામાં છે. આ ત્રણે અવસ્થાઓનું સ્વરૂપ બતાવ્યું છે. (૧) બહિરાત્મા : आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् । હિત્મિા સ વિયો મોહનિદ્રાપ્તચેતન: Jારૂ૨.૬ાા અર્થ : જે જીવને શરીરાદિ પરપદાર્થમાં આત્માના ભ્રમથી આત્મબુદ્ધિ હોય કે આ હું જ છું, પર નથી, મોહરૂપી નિદ્રાથી જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એ બહિરાત્મા છે. અર્થાત્ જે જીવ દેહ, ઇન્દ્રિય, ધન, સંપદા આદિ બાહ્ય વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરે એ બહિરાત્મા અર્થાત્ મિથ્યાદષ્ટિ છે. મિથ્યાજ્ઞાનને લીધે એ શરીરને આત્મા માને છે, પોતાથી ભિન્ન પશુ, પુત્ર, સ્ત્રી આદિમાં પોતાપણું માને છે. (૨) અંતરાત્મા : बहिर्भावानतिक्रम्य यस्यात्मन्यात्मनिश्चयः । सोऽन्तरात्मा मतस्तज्ज्ञै विभ्रमध्वान्तभास्करैः ।।३२.७ ।। અર્થ : જે પુરુષ બાહ્ય ભાવોનું ઉલ્લંધન કરી આત્મામાં જ આત્માનો નિશ્ચય કરે, વિભ્રમરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન એ આત્માને જાણે એ અંતરાત્મા છે. અર્થાત્ જે વિશુદ્ધ દર્શનજ્ઞાનમયી ચેતનામાં આત્મબુદ્ધિ કરે છે અને ચેતનાના વિકાર રાગાદિ ભાવોને કર્મજનિત હેય જાણે છે એ અંતરાત્મા છે અને સમ્યક દૃષ્ટિ છે. જે બહિરાત્મા છે એ ચૈતન્યસ્વરૂ૫ આત્માનું દેહ સાથે સંયોજન કરે છે અર્થાત્ આત્મા અને દેહને એક સમજે છે અને જે જ્ઞાની છે, અંતરાત્મા છે એ દેહને ચૈતન્યસ્વરૂપ આત્માથી પૃથક્ (જુદો) સમજે છે. આ બહિરાત્મા અને અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૦૪
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy