SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અમૂલ્ય સંપદાની ઓળખ પ્રત્યેક અધ્યાત્મસાધક એના જીવનકાળ દરમિયાન અધ્યાત્મના ચરમ શિખરે પહોંચવા યત્ન કરતો હોય છે. એનાં ધર્મતત્ત્વોથી પ્રકાશિત હૃદયમાં ધાર્મિક કે આધ્યાત્મિક ઊર્ધ્વયાત્રાની અદમ્ય ઝંખના હોય છે અને એ માર્ગે ચાલીને એ સાધકજીવનના અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે. વૈદિક ધર્મપરંપરા હોય, બૌદ્ધ ધર્મપરંપરા હોય કે જૈન ધર્મપરંપરા હોય – આ બધી પરંપરાઓએ અધ્યાત્મજીવનનું પરમ લક્ષ્ય દર્શાવ્યું છે અને એને માટે ધર્મતત્ત્વો પર આધારિત જીવનશૈલી દ્વારા એની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે. જૈનધર્મમાં યોગવિષયક વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય મળે છે. માત્ર યોગપરંપરાની વિસ્મૃતિ અને અભ્યાસના અભાવે બહુ ઓછી વ્યક્તિઓ એનાથી પરિચિત છે. સૌથી પ્રાચીન આગમ “શ્રી આચારાંગ સૂત્રમાં જૈન ધર્મની સાધનાપદ્ધતિનું નિરૂપણ મળે છે અને એ પછીના આચાર્યોએ એમના ગ્રંથોમાં યોગનિરૂપણ કર્યું. એમના જીવનમાંથી પણ આ યોગપ્રભાવ જોવા મળે છે. જૈનધર્મમાં તીર્થકરોનું યોગકુશળ', “યોગપારંગત' કે “યોગીન્દ્ર વગેરે વિશેષણોથી મહિમાગન કરવામાં આવ્યું છે. “શ્રી ભક્તામર સ્ત્રોત્ર'માં આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવનો યોગના જ્ઞાતા એવા “યોગીશ્વર” તરીકે મહિમા કર્યો છે, તો ધ્યાનશતક'નું મંગલાચરણ કરતાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીની યોગીશ્વર' તરીકે વંદના કરી છે. ભગવાન મહાવીરના સાધના પ્રયોગો યોગદૃષ્ટિએ એક આગવો અભ્યાસવિષય છે. સાધુતાના પાયાના ગુણ તરીકે જૈનધર્મમાં યોગસાધનાને દર્શાવવામાં આવી છે. આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે, “નિવાસીજી નો નમ્ફ સાર્દાતિ સાદુળો' અર્થાત્ નિર્વાણસાધક યોગની જે સાધના કરે છે, તેઓ સાધુ કહેવાય છે. આનો એક સંકેત એ છે કે યોગની સાધનાનું પ્રયોજન એક જ હોવું જોઈએ અને તે માત્ર મોક્ષપ્રાપ્તિ. હકીકતમાં જૈનધર્મ જેટલો અહિંસા પ્રધાન છે, એટલો યોગપ્રધાન પણ છે અને એની સમગ્ર યોગપ્રણાલી એના જીવનદર્શન, ધર્મક્રિયાઓ અને તત્ત્વવિચારથી વિભૂષિત છે. સમયે સમયે મહાન આચાર્ય અને ઉત્તમ સાધકોએ પોતાના વિચારવૈભવથી અને તપોમય જીવનથી યોગની ગરિમા પ્રગટ કરી છે, આથી તો આનંદઘનજી જેવાને આપણે મહાયોગી” કહીએ છીએ. પ્રત્યેક ધર્મનો યોગમાર્ગ, એની આચાર અને વિચારની પદ્ધતિ પર રચાયેલો હોય છે, આથી જૈનયોગ અને પાતંજલ યોગમાં ભિન્નતા હોય તે XIII
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy