SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદૃષ્ટિને ધર્મશ્રણની જેમ ધર્મરાગ પણ અધિક હોય છે. આગળ આચાર્ય હરિભદ્રસૂરિ ત્રીજા લિંગની વિચારણા કરતાં કહે છે કે સ્ત્રીરત્નને ભોગવનારા પુરુષ સ્ત્રીરત્નને જુએ છે તેનાથી અધિક સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્રષ્ટિ ગુરુદેવાદિ પૂજનને જુએ છે. સંસારનાં સર્વ કરવાયોગ્ય કાર્ય દૂર કરીને પણ એ દેવગુરુ ધર્મ આદિનો પૂજા-સેવા-સત્કાર તથા ધર્મારાધનમાં પ્રવૃત્ત થાય છે. આવી રીતે પ્રશસ્ત યોગ પ્રવૃત્તિમાં આગળ વધતો યથાપ્રવૃત્તિકરણને કરી અનુક્રમે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરીને આગળ વધી સમ્યગૂ દર્શનને પ્રાપ્ત કરે છે. કરણ એટલે જીવોનાં પરિણામ, અધ્યવસાય. કરણ એટલે કર્તારૂપ આત્માને જે ક્રિયા કરવાની હોય તેમાં સહાયક બની નિશ્ચિત ફળને પ્રાપ્ત કરાવે તે કરણ. અહીં મોક્ષનું મુખ્ય કારણ શુદ્ધ સમ્યક્ત્વ દર્શન છે. તેની પ્રાપ્તિ ત્રણ કરણથી થાય છે. આ ત્રણે કરણ મોક્ષમાં જવાને યોગ્ય એવા ભવ્ય જીવોને હોય. આત્માની મોક્ષગમનની યોગ્યતા તેને જ કહેવાય જે સમ્યગૂ દર્શનરૂપ બીજની પ્રાપ્તિ માટેની યોગ્યતા છે. ભવ્યાત્મા ગ્રંથભેદ કરતા દેવપૂજા, ગુરુભક્તિ, વ્રત, પચ્ચખાણ, તપ, શાસ્ત્ર શ્રવણ કરતા સમ્યગૂ દર્શન અને દેશવિરતિરૂપ ચારિત્રભાવને પામે છે. જ્યારથી ગ્રંથભેદ થયેલ છે ત્યારથી શુભ પરિણામથી ધારાને અનુક્રમે વધારતો સંસારની પ્રવૃત્તિના હેતુભૂત કર્મમલને હણતો સર્વવિરતિ ચારિત્રને પામે છે. સર્વથી એટલે પૂર્ણ ભાવે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચ મહાવ્રત પાળવાં તેમજ રાત્રિભોજન ત્યાગ એવા અનેક પ્રકારની યોગ પ્રવૃત્તિ કરાય છે. ભવ્યાત્માએ પૂર્વે કહેલ – અધ્યાત્મભાવ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય આ યોગ ગ્રંથિભેદ કરનારા માર્ગનુસારીઓ આરાધતા અનુક્રમે અધ્યાત્મભાવરૂપ આત્મસ્વરૂપનો લાભ થાય છે. આ પાંચ અંગો વિસ્તારપૂર્વક આચાર્ય હરિભદ્રસૂરિએ યોગબિંદુ માં સમજાવ્યાં છે(૧) અધ્યાત્મભાવ : औचित्याद् व्रतयुक्तस्य, वचनात् तत्त्वचिन्तम् । मैत्र्यादिसारमत्यन्त - मध्यात्म तद्विदो विदुः ।।३५८ ।। યોગબિંદુ અર્થ : ઔચિત્યપૂર્વક (ઉચિત આચરણાયુક્ત) શ્રાવક, સાધુના (અણુવ્રત અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy