________________
પ્રાપ્ત થાય છે તે નિત્ય હોય છે. એક વાર આવ્યા પછી તે તત્ત્વદર્શન ક્યારેય જતું નથી. સ્થિરા દૃષ્ટિમાં ગ્રંથિભેદ થઈ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે કારણથી વેદ્યસંવેદ્યપદ પણ પ્રાપ્ત થયું છે. જેનાથી જીવને સૂક્ષ્મબોધ (જીવ-અજીવ, સંસારમુક્તિ આદિ પદાર્થોનો પારમાર્થિક બોધ) આ ગુણ પ્રાપ્ત થયો છે.
અહીં પ્રત્યાહાર નામનું યોગનું પાંચમું અંગ હોય છે. પ્રત્યાહાર એટલે પાંચ ઇન્દ્રિયોનો નિરોધ. યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિ પ્રત્યાહારની વ્યાખ્યા કરતાં કહે છે – स्वविषयासम्प्रयोगे चित्तस्य स्वरुपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ।।२.५४ ।।
યોગસૂત્ર-સાધનાપાત્ર ઈન્દ્રિયો પોતપોતાના વિષયોના સંયોગનો ત્યાગ કરી સ્વચિત્ત એટલે કે આત્માના સ્વરૂપમાં રમણતા કરે તે સ્થિતિ પ્રત્યાહાર કહેવાય છે.
આમ વિભાવ (પુદ્ગલોમાં અનાસક્તભાવ અને સ્વભાવ (આત્મસ્વરૂપ)માં રમણતા એ પ્રત્યાહારનું લક્ષણ છે. એટલે આ દૃષ્ટિમાં રહેલા જીવો ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહે છે. હજુ સંસારમાં રહેતા હોવાથી સંસારના સર્વ પ્રવૃત્તિઓના ત્યાગી નથી. પરંતુ ધર્મને બાધાજનક જે પ્રવૃત્તિઓ હોય તેનો ત્યાગ કરવાનો તેમનો પ્રયત્ન હોય છે. આધ્યાત્મિક ગુણોના આનંદમાં બાહ્ય પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. આત્મામાં રહેલું કેવલજ્ઞાન જે અનાબાધ અને અનામય છે, જે આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે, આત્મતત્ત્વ છે તે જ પરમતત્ત્વ છે તે જ પરમ તત્ત્વ જણાય છે. બાકીના સર્વ ભાવો દુઃખદાયી જણાય છે. સાંસારિક ભોગવિલાસ અંતે તો અનર્થકારી જ છે. આ વાત સમજાઈ ગઈ હોવાથી મન સંસારી ભાવોથી અલિપ્ત હોય છે. સ્થિરાદૃષ્ટિ પ્રાપ્ત થયેલ જીવોમાં ખેદ, ઉદ્વેગ, ક્ષેમ, ઉત્થાન, ભ્રાન્તિ દોષો હોતા નથી. પરંતુ હજી અન્યમુદ્ નામનો દોષ રહેલો છે, તે નષ્ટ થાય ત્યારે જીવ છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં પ્રવેશ કરે છે.
૬. કાન્તા દૃષ્ટિ : પ્રથમની ચાર દૃષ્ટિમાં જીવના વિકાસની ગતિ ઘણી ધીમી હોય છે. પ્રથમ ચાર દૃષ્ટિને અંતે જ્યારે એ પાંચમી સ્થિરાદષ્ટિ પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રથમ ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકમાં પહોંચે છે. જ્યારે હવે આગળની ચારદૃષ્ટિમાં એ ચોથાથી ચૌદમા ગુણસ્થાનક સુધી પહોંચે છે. એના
૧૩૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)