________________
અધ્યવસાયોની વિશુદ્ધિ વધી ગયાથી એ મોક્ષમાર્ગનું અંતર ઘણી ત્વરાથી કાપે છે. આ દૃષ્ટિમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવર્તી જીવો હોય છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિ આ દષ્ટિને વર્ણવતાં કહે છે –
कान्तायामेतदन्येषां, प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं, मीमांसाऽस्ति हितोदया ।।१६२।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : કાન્તાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધ અન્ય જીવોની પ્રીતિ માટે થાય છે. ધારણા નામનું યોગનું અંગ હોય છે. આ દૃષ્ટિમાં સદાકાળ અન્યમુદ્ દોષ હોતો નથી અને હિતોદય કરાવે તેવો મીમાંસા ગુણ હોય છે.
આ દૃષ્ટિવાળા જીવો હંમેશાં ઉપયોગમાં જ રહેતા હોય છે. તેમને અપ્રશસ્ત કષાયોનો અભાવ હોય છે. તેઓ સ્થિતપ્રજ્ઞ પ્રકૃતિના હોય છે એટલે ઇષ્ટ કે અનિષ્ટ પ્રસંગોની, સુખની કે દુઃખની, કોઈ જ અસર તેમના મન પર થતી નથી. તત્ત્વમાં જ તેમની બુદ્ધિ સ્થિત હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞનું વર્ણન છે તે આને મળતું આવે છે.
શ્રી તીર્થંકર પરમાત્મા જન્મથી જ કાન્તાદૃષ્ટિમાં હોય છે.
કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું છઠું યોગાંગ પ્રાપ્ત થાય છે. પ્રત્યાહાર પછી ધારણા આવે છે. આત્માને પરભાવમાંથી પાછો ખેંચવો તે પ્રત્યાહાર અને આત્મભાવમાં ધારી રાખવો તે ધારણા છે. જે ધ્યેય સિદ્ધ કરવું છે, તે ધ્યેયના સ્થાનમાં ચિત્તનું રહેવું, તેમાં ચિત્તનું તન્મય થવું એ ધારણા છે. પતંજલિ ઋષિ એ ‘યોગસૂત્રમાં કહ્યું છે –
ઢેરાન્જશ્ચિત્તબ્ધ થા૨UT Tરૂ.શા યોગસૂત્ર
ચિત્તનો દેશબંધ એટલે મનની સ્થિરતા. યોગસાધનાનીઇષ્ટ ક્રિયામાં ચિત્તની ધારણા એટલે કે સ્થિરતા આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એટલે અહીં અન્યમુદ્ દોષનો ત્યાગ થાય છે. અન્યમુદ્ એટલે યોગમાર્ગ (મોક્ષમાર્ગ) કે તત્ત્વમાર્ગને છોડી સંસારની કોઈ પણ પુદ્ગલની પ્રવૃત્તિમાં રતિ થવી. અર્થાત્ વિભાવમાં રતિ થવી એ અન્યમુદ્ દોષ કહેવાય છઠ્ઠી દષ્ટિમાં અન્યમુદ્ દોષ નથી હોતો.
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૩૩