SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આ જીવો સંસારમાં જલકમલવત્ રહે છે. વિષયોનો સંયોગ થાય તોપણ તેમનું ચિત્ત વૈરાગ્યવાળું જ રહે છે. અને યોગસાધના માટે કરાતી ક્રિયામાં ચિત્ત અત્યન્ત સ્થિર રહે છે. નિરતિચાર ચારિત્રવાન મુનિ તેમજ અનુત્તરવાસી દેવતાઓ આ દષ્ટિમાં હોય છે. અન્યમુદ્ દોષ ગયો હોવાથી આ જીવો ધર્મના એકાગ્ર ચિત્તવાળા હોય છે. તત્ત્વોની સૂક્ષ્મ વિચારણા પ્રવર્તતી હોવાથી અને દૃષ્ટિ વધારે ને વધારે આત્મતત્ત્વ તરફ ઢળી હોવાથી અહીં મીમાંસા ગુણ પ્રગટે છે. મીમાંસા એટલે તત્ત્વવિચારણા. આ મીમાંસા હિતોદયવાળી હોય છે. સર્વકાલને માટે સવિચારરૂપ મીમાંસા હોય છે. સતત તત્ત્વની સુંદર વિચારણાથી સમ્યગ્રજ્ઞાન અને એના ફળ રૂપે સમ્યક્ પરિણતિ અહીં હોય છે. એટલે મીમાંસા હિતોદયવાળી બને છે. ઉપાધ્યાય યશોવિજયજીએ ૨૪મા ધાર્નિંશિકા - સદ્ગષ્ટિ ત્રિરિાવામાં કહ્યું છે - धारणा प्रीतयेऽन्येषां कान्तायां नित्यदर्शनम् । नाऽन्यमुत् स्थिरभावेन मीमांसा च हितोदया ।। २४.८ ।। કાન્તાદૃષ્ટિમાં નિત્ય તત્ત્વદર્શન હોય છે તથા અન્ય જીવોને પ્રીતિનું નિમિત્ત બને તેવી ધારણા હોય છે. સ્થિરભાવ હોવાના કારણે અન્યમુદ્ દોષ હોતો નથી તથા હિતકારી મીમાંસા હોય છે. આ દૃષ્ટિમાં આવેલો જીવ સાંસારિક ભાવોથી એટલો બધો અલિપ્ત બની જાય છે કે તેનું શરીર ભલે ભોગકાર્યોમાં હોય પણ મન તો સદા શ્રુતજ્ઞાનમાં જ તલ્લીન હોય છે. પૂ. આનંદઘનજી કહે છે – ऐसे जिनचरणे चित्त लाउं रे मना उदर भरन के कारणे रे, गौआ वन में जाय ।। चारो चरे चिहुं दिश फिरे, वाकी सुरति वाछरुआ...मांहे रे ।। ऐसे सात पांच साहेलियां रे हिलमिल पाणी जाय ।। तोली दिये खडखड हसे रे, बाकी सुरति गगरुआ...माहे रे ।। ऐसे ગાય વનમાં ચારો ચરવા જાય, ચારે દિશામાં ફરે પણ તેનું મન વાછરડામાં હોય, ચાર-પાંચ સખી મળી પાણી ભરવા જાય, પાણીનું બેડલું માથા પર મૂકી સખીઓ સાથે હસી-મજાક કરતી જાય પણ નજર તો એ પાણી ભરેલા બેડલા ૧૩૪ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy