________________
તેના ચિત્તની અશુદ્ધિનો ક્ષય થઈ તેના ચિત્તમાં વિવેકખ્યાતિ પર્યત જ્ઞાનપ્રકાશ થાય છે. यमनियमासनप्राणायामप्रत्याहार धारणा ध्यान समाधयोऽष्टाङ्गानि
|૨.૨૨ા યોગદર્શન અર્થ : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ આઠ યોગનાં અંગો છે.
ત્રીજા પાદનું નામ વિભૂતિપાદ છે. વિભૂતિ એટલે ઐશ્વર્ય અગર સિદ્ધિઓ. મોક્ષ અગર કેવલ્યનું નિરૂપણ કરનારાં શાસ્ત્રો સિદ્ધિઓની પ્રશંસા કરતાં નથી. મુમુક્ષુઓ સિદ્ધિઓનો અનાદર કરે છે. પણ વિવિધ પ્રકારના સંયમ દ્વારા જે ઐશ્વર્યનો લાભ યોગીને થાય છે તેનું વર્ણન છે. મંદાધિકારીને યોગમાં શ્રદ્ધા ઉપજાવવા વિભૂતિઓનું વર્ણન આ ત્રીજા પાદમાં કરેલું છે.
સૌથી છેલ્લે અને ચોથું પ્રકરણ કેવલ્યપાદ છે. વિવેકજન્ય જ્ઞાન દ્વારા સમાધિનો લાભ થાય એ યોગનું મુખ્ય ફળ છે. યોગનો મુખ્ય ઉદ્દેશ કેવલ્ય મેળવવાનો છે. એ સમાધિજન્ય કેવલ્યનું નિરૂપણ આ પાદમાં કરવામાં આવેલું છે.
આવી રીતે આ ગ્રંથના પ્રથમ પાદમાં સમાધિનું, બીજા પાદમાં સમાધિનાં સાધનોનું પ્રધાનપણે નિરૂપણ કરેલું છે. ત્રીજા પાદમાં પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વર્ણન કરી છેલ્લે કહ્યું છે કે વિવેકખ્યાતિ થવાથી જ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે.
જૈન દર્શનમાં યોગ : જેન દર્શનમાં ‘યોગ” શબ્દ “યુષ' ધાતુનો અર્થ - યોજવું, જોડવું એ અર્થમાં સ્વીકારેલો છે. એટલે મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે તે યોગ છે. “મોક્ષે યોગના યો?’ એમ એની વ્યાખ્યા છે. જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે, સહજાત્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપે છે.
યોગ” શબ્દ જૈન આગમોમાં પ્રયોજાયો છે પણ વ્યાપક રૂપે જોવા મળતો નથી. આગમોમાં ધ્યાન કે આત્મ-સમાધિરૂપ સાધનાના સંદર્ભમાં પ્રયોજાયેલો છે. જૈન આગમ સાહિત્યના આધારે પછી અનેક ગ્રંથોની રચના થઈ તેમાં જેનાચાર્યો
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૭૯