________________
યોગ અને ધ્યાન વિશે વ્યાપક સાહિત્યની રચના કરી છે. જેન યોગ પરંપરામાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્થાન અગત્યનું અને ટોચનું છે. તેમણે પોતાની આગવી શૈલી દ્વારા જૈનયોગવિષયક સાહિત્યમાં નૂતનયુગની શરૂઆત કરી. જૈન દૃષ્ટિએ યોગનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે યોગ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક વિકાસ સાધી પરમાત્મ દશા પામી શકે છે. જીવનું આધ્યાત્મિક લક્ષ્ય મોક્ષ છે અને એ પ્રાપ્તિ માટે યોગ સાધન છે. જૈન સાહિત્યમાં સૌપ્રથમ યોગની વ્યાખ્યા આપતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो ।।१।।
યોગવિંશિકા તેમના ગ્રંથોમાં યોગને તેઓએ મોક્ષના સાધન કે કારણ તરીકે દર્શાવ્યું છે. તેમના પછી ઘણા આચાર્યો જેમ કે આચાર્ય શુભચંદ્ર, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી વગેરેએ જૈન યોગ વિશે સાહિત્ય આપ્યું છે. આચાર્ય શુભચંદ્રએ જ્ઞાનાર્ણવમાં અને હેમચંદ્રાચાર્યયોગશાસ્ત્રમાં જૈન પરંપરા સંમતરત્નત્રયી (સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર)ને મોક્ષના હેતુરૂપમાં સ્વીકાર કર્યો છે.
પાતંજલ યોગ અને જૈન યોગની ટૂંકાણમાં આવી રીતે પૂર્વભૂમિકા જોઈ. હવે પતંજલિ યોગ અને જેન યોગને તુલનાત્મક દૃષ્ટિથી વિચારીએ.
યોગનું અંતિમ લક્ષ્ય મોક્ષ બેઉ પરંપરામાં સમાન રૂપથી સ્વીકૃત છે. જૈન દર્શનમાં જેને મોક્ષ કહેવાય છે એનું જ પાતંજલ સૂત્રમાં “કેવલ્ય’ના નામથી વર્ણન કરેલું છે. પાતંજલ યોગસૂત્રમાં કેવલ્યની પ્રાપ્તિ માટે અભ્યાસ અને વૈરાગ્ય, ક્રિયાયોગ અને અષ્ટાંગયોગનું વિધાન પ્રસ્તુત છે; જ્યારે જૈન પરંપરામાં મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગુ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપ રત્નત્રયનું વિવેચન કરેલું છે. જૈન દર્શનમાં જે સમ્યમ્ દર્શનનું સ્થાન છે, વર્ણન છે તે પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલા “વિવેકખ્યાતિ સાથે મળતું આવે છે. અર્થાત્ આત્મા અને પરપુદ્ગલનું ભેદજ્ઞાન થાય છે તે જ સમ્યગ્દર્શન છે. તેનેજ પાતંજલ યોગસૂત્રમાં વિવેકખ્યાતિ કહેલું છે. જ્યારે મિથ્યાત્વનું સ્વરૂપ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલા અવિદ્યાના સ્વરૂપ સાથે મળે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે -
૨૮૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )