________________
પાંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીઓએ તેનું સંપૂર્ણ પાલન કરવાનું હોય છે જ્યારે ગૃહસ્થો માટે આ પાંચ વ્રત થોડી છૂટછાટ સાથે આચરવાનાં હોય છે. એટલા માટે તેને ‘અણુવ્રત’ કહેવામાં આવે છે.
સંપૂર્ણ કર્મક્ષય કરીને આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રક્રિયામાં આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને એ આધ્યાત્મિક વિકાસ ક્યારે સંપૂર્ણ થાય છે એ દર્શાવવા જૈન દર્શનમાં જુદી જુદી ભૂમિકાઓનો ક્રમ બતાવેલો છે જે ગુણસ્થાનક તરીકે ઓળખાય છે. ગુણસ્થાનક એટલે ગુણોનું સ્થાન અર્થાત્ આત્માના ગુણો પ્રગટવાથી થયેલા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. અને આ ક્રમિક ભૂમિકાઓનું ૧૪ વિભાગમાં વિભાજન કરેલું છે જે જૈન શાસ્ત્રમાં ૧૪ ગુણસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. તે નીચે પ્રમાણે છે -
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યક્દૃષ્ટિ (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ પ્રમત્ત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વક૨ણ (૯) અનિવૃત્તિબાદ૨ સં૫રાય (૧૦) સૂક્ષ્મ-સંપ૨ાય (૧૧) ઉપશાંત-મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સંયોગીકેવલી (૧૪) અસંયોગી કેવલી
બારમાં ગુણસ્થાનકના અંતે અને ૧૩માં ગુણસ્થાનમાં ચારે ઘનઘાતી કર્મનો સર્વથા ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હ્રસ્વાક્ષ૨ પ્રમાણ બાકી રહે ત્યારે બાકી રહેલ ચાર અઘાતી કર્મો ખપાવી, દેહનો ત્યાગ કરી મોક્ષે જાય છે. આ આત્માનો અંતિમ વિકાસ છે.
જૈન દર્શનમાં કર્મોના આઠ પ્રકાર બતાવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય, દર્શનાવ૨ણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ કહેવાય છે કારણ કે એ કર્મો આત્માનો વિશેષપણે ઘાત કરે છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચા૨ અઘાતી કર્મ છે. ઘાતી કર્મો અશુભ હોય છે. અઘાતી કર્મ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ : જે કર્મ જ્ઞાનનું આવરણ કરે તે.
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ