________________
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ)
મહાયોગી આનંદઘનજી અધ્યાત્મયોગી આનંદઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતા. અવધુત - એટલે કે અવ-નિશ્ચિતપણે, ધૂત-ધોઈ નાખ્યા છે વર્ણાશ્રમ અને વ્યવહારજગતનાં બંધનો જેણે એવા યોગીરાજનું સમગ્ર જીવન એક માત્ર આત્મતત્ત્વને પામવા માટે જ હતું. એના માટે એમણે બાહ્ય ક્રિયાકાંડો અને સંપ્રદાયની માન્યતાઓને છોડી જંગલમાં, ગુફાઓમાં, નિર્જન સ્થાનોમાં લોકસંપર્કથી સંપૂર્ણ દૂર રહી નિર્ભય બનીને સાધના કરી છે. એટલે જ તેઓ અવધૂતયોગી તરીકે ઓળખાયા છે. આત્મસાક્ષાત્કારમાં ઉપયોગી થઈ શકે એવો યોગસાધનાનો માર્ગ પસંદ કર્યો હતો. તેઓએ આદરેલી આંતરિક સાધના દરમ્યાન તેમના હૃદયમાં તત્ત્વદર્શન રૂપે જે લાગણીઓ પ્રબળ અને અદમ્ય બનીને ભાષા રૂપે વહી નીકળી જે એમની કાવ્યકૃતિઓ બની. એમના આ પદ્યસાહિત્યના બે વિભાગ છે –
(૧) ૨૪/૨૪ તીર્થકર ભગવાનનાં સ્તવનો. (૨) ૧૦૮ પદો. આ પદો આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં છે. જેમાં જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા અધ્યાત્મનો સાર એમણે આપેલો છે.