________________
શાસ્ત્રમાં કહેલી આવશ્યકાદિ ક્રિયાઓ કરવાથી એમનું ચિત્ત એ ક્રિયાઓમાં પરોવાયેલું રહી ધીરે ધીરે ચંચલતા ઘટતી જાય છે અને સ્થિરતા આવતી જાય છે.
કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે, પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા ન આવી શકે. જ્ઞાનયોગીમાં ચિત્ત શુદ્ધિ અત્યંત મહત્વની છે જે કર્મયોગથી સાધી શકાય છે.
જ્ઞાનયોગીને સંસારમાં રહીને પોતાના દેહના નિર્વાહ અર્થે કે અન્ય કોઈ પ્રયોજનાર્થે કોઈ કાર્ય કરવું પડે તો તેઓ કરે છે પરંતુ તેઓ તેમાં લપાતા નથી, તે અનાસક્ત ભાવે હોય છે. તેમાં તેમનું કર્તુત્વ કે ભોક્નત્વ હોતું નથી. જેના દર્શનમાં જ્ઞાનયોગીની દશાનું કરેલું આ જ વર્ણન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ચોથા અધ્યાયમાં કરેલું છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૧