________________
ઉપસંહાર અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ યોગના બે મુખ્ય ભેદ - કર્મયોગ અને જ્ઞાનયોગ વિશે છણાવટ કરી છે. કર્મયોગ અને જ્ઞાનયોગનું સ્વરૂપ સમજાવ્યું છે અને જૈનદર્શનની મહત્ત્વની વાત કરી છે કે કર્મયોગમાં જે આવશ્યકાદિ ક્રિયા પુણ્યનો બંધ કરાવે છે એ જ ક્રિયા જ્યારે જ્ઞાનયોગી કરે છે ત્યારે તેમાં તેમનો રાગ જોડાયેલો ન હોવાથી તેમને કર્મનો બંધ થતો નથી પરંતુ કર્મની નિર્જરા પણ થઈ શકે છે. કર્મયોગમાં કરાતી ક્રિયા શુભ હોવાથી શુભ કર્મબંધની નિમિત્ત બને છે અને એના ફળરૂપે સ્વર્ગ વગેરેનું સુખ અપાવે છે. પણ તે ક્રિયાઓ મોક્ષપ્રાપ્તિ કરાવતી નથી. પરંતુ એનો અર્થ એ નથી કે બધી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દેવી જોઈએ. એ ક્રિયાઓ હોય છે એવું એકાન્ત વિચારવું ન જોઈએ. આ આવશ્યકાદિ ક્રિયાઓ પણ મુક્તિનો હેતુ બની શકે છે. આ ક્રિયાઓ ન છોડતા એ ક્રિયા રાગ વગર કરવી જોઈએ અર્થાત્ મોક્ષના લક્ષ્યથી, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આ ક્રિયાઓ રાગ વગર કરવી જોઈએ. આ ક્રિયાઓ જો શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાના યોગથી કરવામાં આવે તો અવશ્ય જ્ઞાનયોગમાં રૂપાંતરિત થાય છે. એથી કર્મની નિર્જરા થાય છે અને એ જ આવશ્યકાદિ ક્રિયાઓ પરંપરાએ મોક્ષગતિ અપાવે છે. અર્થાત્ આરંભમાં કર્મયોગ સ્વીકારીને જ્ઞાનયોગ તરફ જવાનું છે. જ્ઞાનયોગમાં કેવળ મોક્ષના સુખની જ અભિલાષા પ્રવર્તતી હોય છે. એટલે જ્ઞાનયોગી મહાત્માઓનો પોતાના દેહ પ્રત્યેનો મમત્વભાવ નીકળી ગયો હોય છે. દેહ પ્રત્યે પણ તેઓ અસંગ ભાવ જ અનુભવે છે. તેથી આવશ્યકાદિ ક્રિયાઓ કરતી વખતે તેમના ધ્યાનમાં વિક્ષેપ પડતો નથી. પરંતુ આ ક્રિયાઓ તેમને આત્મજ્ઞાન તરફ વાળવા માટે નિમિત્ત બને છે.
ઉપાધ્યાયજીએ જ્ઞાનીઓ ચંચળ ચિત્તનો નિગ્રહ કેવી રીતે કરે છે એ સમજાવતાં કહ્યું છે કે ચિત્ત જ્યારે ચંચળ બને છે ત્યારે જ્ઞાની બહાર ગયેલા ચિત્તને પાછું ખેંચી લઈ આત્મામાં સ્થિર કરે છે. તેઓ પોતાના મનનો નિગ્રહ કરે છે તેમનો ઉપયોગ સતત આત્મામાં રહે છે. અહીં જેઓ મોક્ષ અભિલાષાવાળા છે પરંતુ જેમનું ચિત્ત વારંવાર ચંચલ બની વિષયોમાં દોડે છે એમના માટે આ
૨૪૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની