________________
જ સાધકને, મોક્ષના અભિલાષી આરાધક જીવોને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. એકલો કર્મયોગ કે એકલો જ્ઞાનયોગ આરાધક મુનિઓના જીવનમાં હોતો નથી. કર્મયોગના અભ્યાસ દ્વારા જ્ઞાનયોગમાં આગળ વધાય છે. જ્ઞાનયોગથી સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. જેઓ જ્ઞાનયોગમાં સ્થિર થાય છે તેઓ જ ધ્યાનયોગના અધિકારી બને છે. જે ધ્યાનયોગમાં આરૂઢ થઈ ક્ષપકશ્રેણી માંડે છે એ મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. મુક્તિયોગ એટલે મુક્તિની અવસ્થા અર્થાત્ મન, વચન અને કાયાના યોગથી રહિત એવી અયોગી સિદ્ધાવસ્થા.
આવી રીતે ઉપાધ્યાય યશોવિજયજીએ આ યોગ અધિકારમાં મોક્ષ માર્ગની સાધનાના અંતિમ લક્ષ્ય સુધીના ચાર મુખ્ય યોગ – કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને મુક્તિયોગ ક્રમાનુસા૨ બતાવ્યા છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૯