________________
ઉપસંહાર જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર યોગમાર્ગ પર સાધના કરતા મુમુક્ષુઓ માટે એવો પદ્ધતિસર માર્ગ બતાવ્યો છે જેનાથી સાધક નિર્વિઘ્ન રૂપે આગળ વધી એનું અંતિમ ધ્યેય જે મોક્ષપ્રાપ્તિ છે ત્યાં સુધી સફળતાપૂર્વક પહોંચી શકે. આ યોગમાર્ગમાં ધ્યાન જે સૌથી મહત્ત્વનું અંગ છે એનું સ્વરૂપ, લક્ષણ, એના ભેદ અને એ ધ્યાનની પ્રાપ્તિ માટે શું શું જરૂરી છે એ વિસ્તારથી સમજાવ્યું છે. સાથે સાથે ધ્યાન-માર્ગમાં શું શું વિઘ્નો આવી શકે એનો પણ નિર્દેશ કરેલો છે. વિશ્નો બે પ્રકારનાં હોય છે – પ્રતિકૂલ અને અનુકૂલ. સાધક પ્રતિકૂલ વિશ્નોને તો પાર કરી શકે છે પરંતુ અનુકૂલ વિઘ્નોને પરાભૂત કરવા એ કઠિન છે. એટલે આચાર્ય શુભચંદ્ર કહે છે કે ગૃહસ્થાવસ્થામાં રહીને ધ્યાનસિદ્ધિ સંભવ નથી. ગૃહસ્થ જીવનમાં વ્યક્તિને વિવિધ પ્રકારની સુખસગવડો ઉપલબ્ધ થઈ શકે છે. એટલે ગૃહસ્થાવસ્થામાં નિર્લિપ્ત રહેવું સંભવ નથી. આચાર્ય શુભચંદ્રના ‘જ્ઞાનાર્ણવ” સાથે મહદ્ અંશે સમાનતા ધરાવતો બીજો યોગસાધનાનો ગ્રંથ “યોગશાસ્ત્ર” જે હેમચંદ્રાચાર્યે લખેલો છે. બેઉ ગ્રંથના અનેક અંશ એકબીજા સાથે મળે છે. પરંતુ આ મહત્ત્વના મુદ્દા પર બેઉ આચાર્યોનાં અલગ અલગ મંતવ્ય છે. આચાર્ય શુભચંદ્ર ધ્યાનની સિદ્ધિ માટે ગૃહસ્થાવસ્થાના ત્યાગને આવશ્યક માને છે. એમના મત પ્રમાણે ગૃહસ્થ યોગ અને ધ્યાનનો અધિકારી નથી. ત્યારે આચાર્ય હેમચંદ્રના ‘યોગશાસ્ત્ર ગ્રંથમાં ગૃહસ્થ ધર્મના પાયા ઉપર જ યોગસાધનાનો ક્રમ સ્થાપિત થયેલો છે. આ ગ્રંથના મોટા ભાગમાં ગૃહસ્થ માટે ની સાધના કેવી હોય એ નિરૂપેલું છે અને ગૃહસ્થાશ્રમીને પણ યોગસાધનાનો અધિકાર છે એ આ ગ્રંથમાં બતાવ્યું છે.
ધ્યાનની સાધના માટે એમણે કષાયજન્ય અને ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કરવાનું કહ્યું છે. એવી જ રીતે કામ અથવા સ્ત્રીભોગ જેવા વિષયોના પરિત્યાગ પર બહુ જ ભાર મૂક્યો છે. સ્ત્રીભોગની અપવિત્રતા, નિંદનીયતા અને ધૃણાસ્પદતાનું એમણે વિસ્તૃત વર્ણન કર્યું છે. જેથી સાધકના મનમાંથી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ સંપૂર્ણપણે નીકળી જાય.
આચાર્ય શુભચંદ્રરચિત જ્ઞાનાવ”
૨૧૫