________________
સુખરૂપ હોય છે તો કોઈક ક્ષણ દુ:ખરૂપ હોય છે. ક્ષણને જોનાર સાધક સુખાત્મક ક્ષણ પ્રત્યે રાગ કરતો નથી કે દુ :ખાત્મક ક્ષણ પ્રત્યે દ્વેષ કરતો નથી. તે કેવળ જુએ છે અને જાણે છે. શરીરનાં સ્પંદનોને તથા તરંગોને જોવાં, તેની અંદર પ્રવેશ કરીને જોવાં, મનને અંતરાભિમુખ બનાવવું તે શરીર-પ્રેક્ષા છે. જૈન દર્શન અનુસાર આત્મા શરીરવ્યાપી છે. શરીરનું જેટલું પ્રમાણ છે તેટલું જ આત્માનું પણ છે. અને જેટલું આત્માનું પ્રમાણ છે તેટલું જ ચેતનાનું પણ છે. અર્થાત્ શરીરના પ્રત્યેક કોષમાં ચૈતન્ય વ્યાપ્ત છે. તેથી જ પ્રત્યેક કોષમાં સંવેદન અનુભવાય છે. તે સંવેદનથી મનુષ્ય પોતાના સ્વરૂપને જુએ છે. શરીરનાં થતાં સંવેદનોને જોવા તે ચૈતન્યને જોવા સમાન છે. તેના માધ્યમ દ્વારા આત્માને જોવાય છે. આત્માને પ્રાપ્ત કરાય છે. ભરત ચક્રવર્તીને અરીસા મહલમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે શરીર પ્રેક્ષા જ એમાં નિમિત્ત બની. શરીરને જોતાં જોતાં જ એમને અનિત્યતાનો સાક્ષાત્કાર થયો અને એ અનિત્ય ભાવનાના ચિંતનથી જ એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શરીર-પ્રેક્ષા કરવાથી પ્રમાદ ઘટે છે અને જાગરૂકતા વધે છે. રતિ, અરતિ(ગણો, અણગમો)નો ભાવ ઓછો થતો જઈ સમત્વનો વિકાસ થાય છે.
૫. ચેત કેંદ્ર પ્રેક્ષા :
પ્રેક્ષાધ્યાનનું આગળનું અંગ છે – ચૈતન્ય કેંદ્રોનું ધ્યાન. આ શરીર-પ્રેક્ષાનું જ વિકસિત રૂ૫ છે. આપણું સ્થૂળ શરીર છે જે દશ્ય છે. તેની અંદર તેજસ અને કર્મ એમ બે પ્રકારનાં સૂક્ષ્મ શરીર છે. અને તેની અંદર આત્મા સમાયેલો છે જે ચૈતન્યમય છે. વાતાવરણમાં આપણી અને સૂર્યની વચ્ચે વાદળાં છવાઈ જાય છે તેવી જ રીતે આત્માનું ચૈતન્ય અને બાહ્ય જગતની વચ્ચે કર્મશરીરરૂપી વાદળ છવાઈ જાય છે. જેમ વાદળો હોવા છતાં સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે ઢંકાઈ જતો નથી તેવી જ રીતે કર્મ-શરીરના આવરણને લીધે ચૈતન્યનો પ્રકાશ પૂર્ણપણે ઢંકાતો નથી. મનુષ્ય પુરુષાર્થ કરીને કર્મશરીર રૂપે રહેલું આવરણ જેમ જેમ વિલીન કરે છે તેમ તેમ વધુ ને વધુ ચૈતન્યપ્રકાશ બહાર આવે છે અને સ્થૂળ શરીરમાં જ્ઞાનનાં કેંદ્રો નિર્મિત થવા લાગે છે. આ જ આપણાં ચૈતન્ય કેંદ્ર છે. સામાન્યતઃ સંપૂર્ણ શરીરના પ્રત્યેક કોષમાં ચૈતન્ય વ્યાપેલું હોય છે અને તે દરેક કોષ જ્ઞાનની
૨૬૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની