________________
અન્યથા એ યોગરૂપ નથી. મલિનાશયથી થતી ધર્મક્રિયા પણ જો સંસારમાં ભટકાવનારી હોય તો તે યોગ નથી જ.
હા ! માન-મતાગ્રહ-મહત્ત્વાકાંક્ષાથી ગ્રસ્ત થઈ કરાતી ધર્મક્રિયાઓને પરમાત્મા યોગ કહેવા હરગીઝ તૈયાર નથી.
‘ને રિસેવા તે ત્રાસવા' - આ આચારાંગ સૂત્રનું વચન પણ એ જ જણાવે છે.
મનવા ! સાવધાન રહેજે, લોકો ભલે તને તપસ્વી તરીકે ઓળખે કે દાનવીર તરીકે ઓળખે, ભલેને તારી સમગ્ર સમાજમાં વાહવાહ થાય - પણ જો ભૂલેચૂકેય માનમમતાના ચક્કરમાં ફસાયો, તો કર્મસત્તા તા૨ો ડૂચો કાઢી નાંખશે. કર્મમુક્તિનાં સાધનો કર્મપ્રાપ્તિનાં સાધનોમાં ફે૨વાઈ જશે.
મોક્ષપ્રાપ્તિમાં ઉપાયભૂત યોગ વિશેનું એક જબ્બરજસ્ત મૅટર આજે તમારા હાથમાં શોભી રહ્યું છે. જેની અંદર પ્રાચીન-અર્વાચીન તમામ યોગોની વિશદ વિવેચના છે. કુંદકુંદાચાર્ય હોય કે હરિભદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી હોય કે શુભચંદ્રાચાર્ય હોય, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ હોય કે રાજચંદ્રજી હોય - દરેક યોગાચાર્યના સંદર્ભોનું વિશ્લેષણાત્મક વિધેયાત્મક વિવેચન એટલે જ પ્રસ્તુત પ્રબંધ.
રશ્મિબહેન ભેદાની મહેનત, તેમની ધગશ તથા યોગ અંગેની ઊંડી સૂઝ પ્રગટ થયા વિના રહેતી નથી.
જોકે સમયાભાવે સંપૂર્ણ મૅટર સાદ્યંત તો હું વાચી નથી શક્યો, કિંતુ અનેક યોગાચાર્ય મહાપુરુષોના સંદર્ભો આ ગ્રંથમાં નિવિષ્ટ છે, ત્યારે તે તે સંદર્ભો પાછળના આશયને પામી, તે તે વાક્યોના ઐદમ્પર્યાર્થને પામી આત્માથી સાધક યોગમાર્ગે અવશ્ય પ્રગતિ સાધી શકશે. પ્રસ્તુત યોગનું નૉલેજ wisdomમાં ફેરવાય અને પરમ પદને પ્રાપ્ત કરાવી આપે એ જ શુભાશા અને શુભાશીષ.
શ્રી નેમિનાથ જન્મકલ્યાણક દિન
જામનગર
સં. ૨૦૬૭, શ્રાવણ સુદ ૫
XI
ન્યાયવિશારદ આચાર્ય વિજય ભુવનભાનુસૂરિ
પ્રશિષ્ય પંન્યાસ યશોવિજય