________________
સંતોષવૃત્તિવાળા અભયકુમાર કથા જણાવી સંતોષની પ્રશંસા કરતાં કહે છે સંતોષના ભૂષણથી યુક્ત વ્યક્તિ પાસે નવ નિધાનો હોય છે. કામધેનુ ગાય તેને અનુસરે છે અને દેવો પણ તેની સેવામાં હોય છે.
આવી રીતે યોગશાસ્ત્રના રજા પ્રકાશમાં શ્રાવકના સમ્યકત્વ મૂલક બાર વ્રતનાં પાંચ અણુવ્રતો સમજાવ્યાં છે, જે દેશવિરતિધર ગૃહસ્થ માટે જરૂરી છે અર્થાત્ ગૃહસ્થના ચારિત્રધર્મના પાલન માટે પાયાનાં વ્રત છે.
ત્રીજો પ્રકાશ યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં સમ્યકત્વમૂલક પાંચ અણુવ્રતોને સમજાવી ત્રીજા પ્રકાશમાં શ્રાવકનાં ૩ ગુણવ્રતોનું અને ૪ શિક્ષાવ્રતોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ગુણવ્રત એટલે અહિંસાદિ અણુવ્રતોનો રક્ષણ કરનાર ગુણવ્રત કહેવાય છે. દિવિરમણ, ભોગોપભોગ વિરમણ અને અનર્થદંડ વિરમણ એમ ત્રણ ગુણવ્રત છે.
દિવિરમણ વ્રત : દિશા પરિમાણ વિરતિ જેમાં દશે દિશાઓમાં જવાની મર્યાદા નક્કી કરીને નિયમ અંગીકાર કરાય છે. આ વ્રત લેવાથી ગૃહસ્થ નક્કી કરેલી દિશા-મર્યાદા બહાર રહેલા ત્રસ, સ્થાવર જીવોની જતાં-આવતાં જે હિંસા થાય તે હિંસાથી નિવૃત્તિ થાય છે. હિંસાના પ્રતિષેધ સાથે અસત્ય આદિ બીજાં પાપોની પણ નિવૃત્તિ થાય છે. એવી જ રીતે દિશા-મર્યાદાનો નિયમ લેવાથી એ મર્યાદા બહારના સુવર્ણ, રૂપું, ધન-ધાન્યાદિકનો પણ લાભ થતો નથી.
ભોગોપભોગ વિરમણ વ્રત ઃ જે વ્રતમાં શારીરિક અને માનસિક શક્તિ અનુસાર ભોગ અને ઉપભોગની સંખ્યાનું પરિમાણ કરાય. અહીં જે એક જ વખત ભોગવાય તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વગેરે ભોગ કહેવાય અને જે વારંવાર ભોગવવામાં આવે તે વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા વગેરે ઉપભોગ કહેવાય. આ વ્રત ભોગવવાયોગ્ય વસ્તુઓનું પરિમાણ કરવાથી થાય છે. પ્રથમ ત્યાગ કરવા યોગ્ય અભક્ષ્ય વસ્તુઓ બતાવે છે. મદિરાપાનના ત્યાગનો અનેક પ્રકારે બોધ કરાવ્યો છે. જેમ કે મદિરાપાન કરવાથી બુદ્ધિ સર્વથા ક્ષય થાય છે. માતા સાથે પત્નીનું અને પત્ની સાથે માતાનું વર્તન એમ અવળા વર્તનવાળાં થાય છે. મદ્યપાનમાં મગ્ન થયેલ બજારમાં પણ પોતાના કપડાનું ભાન ન રાખી શકાતાં નગ્નપણે સૂએ છે. ભૂત-પ્રેતના વળગાડ માફક નાચે છે, દાહજ્વરથી
આ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૫૯