SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ થાય છે પણ જેનું ધન હરણ થાય છે, તેને અને તેના આખા કુટુંબને જિંદગી સુધી તેનું દુ :ખ થાય છે. ચોરી કરવાથી તેનાં ફળ આ ભવમાં વધ, બંધન વગેરે ભોગવવાં પડે છે અને આવતા ભવે નરકની વેદના રૂપે ભોગવવાં પડે છે. અહીં ચોરી કરના૨ મંડિક ચોર અને તેને ત્યજનાર રોહિણેય ચોરની ક્રમશઃ અશુભ-શુભ ફળ દર્શાવનારી કથા જણાવી છે. આવી રીતે અસ્તેય વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આ વ્રત આચરનારાઓની વિપત્તિઓ દૂર ચાલી જાય છે. આ જગતમાં કીર્તિ ફેલાય છે અને જન્માંત૨માં સ્વર્ગ-સુખો પ્રાપ્ત થાય છે. (ગૃહસ્થયોગ) બ્રહ્મચર્યવ્રત અણુવ્રત : એટલે કે સ્વદારાસંતોષ અને પરદારાગમન-વિરમણનું સ્વરૂપ સમજાવતા મૈથુનના, વેશ્યાના, પરસ્ત્રીગમનના અને પ૨સ્ત્રીરમણ કરવાની અભિલાષાના દોષો બતાવ્યા છે. તે સંબંધી રાવણનો અને પરસ્ત્રીનો ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા આપી છે. બીજાની સ્ત્રી કે બીજાના પતિમાં આસક્તિ ક૨ના૨ પુરુષ કે સ્ત્રીઓને નપુંસકપણું, તિરુર્યપણું, દુર્ભાગ્ય અને અનાદેયતા ભવોભવમાં પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રહ્મચર્યપાલનથી આ લોક અને પરલોકમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. (જેમ કે) દેશિવરતિ કે સર્વવિરતિ ચારિત્રના પ્રાણ સરખા બ્રહ્મચર્યનું પાલન ક૨વાથી સુર, અસુર અને મનુષ્યોથી પૂજાય છે. તેમજ બ્રહ્મચર્યના પ્રભાવથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાનવાળા, દૃઢ સંઘયણવાળા, તેજસ્વી અને મહાન પરાક્રમવાળા પુરુષો થાય છે. પરિગ્રહ અણુવ્રત : પરિમાણ વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે દુઃખના નિમિત્તભૂત અસંતોષ, અવિશ્વાસ અને આરંભ આ સર્વે મૂર્છાનાં ફળો છે એમ જાણીને પરિગ્રહનો નિયમ અર્થાત્ પરિમાણ ક૨વો. કારણ જેમ અમર્યાદિત ધન-ધાન્યાદિકના ભારથી ભરેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ ધન, ધાન્ય, ઘ૨, દુકાન વગેરેને અમર્યાદિત પરિગ્રહ અને તેના ઉપરના મમત્વથી જીવ નરકાદિક દુર્ગતિમાં ડૂબી જાય છે. સંસારનાં મૂળ કારણ આરંભ છે અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ છે. બહુ આરંભ, બહુ પરિગ્રહથી નરકનું આયુષ્ય ઉપાર્જન કરે છે એટલે જરૂરિયાતથી, પરિમાણથી અધિક પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. આવી રીતે પરિગ્રહના દોષો સમજાવતાં સગર ચક્રવર્તી, કુચિકર્ણ ગૃહપતિ, તિલક શેઠ અને નંદરાજાનાં દૃષ્ટાંત આપ્યાં છે અને પરિગ્રહ તજના૨ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૧૫૮
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy