________________
પીડાયેલાની માફક જમીન પર આળોટે છે. મદિરાપાનથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. જેમ અગ્નિના એક કણથી ઘાસની મોટી ગંજીનો નાશ થાય છે તેમ મદિરાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, ક્ષમાનો નાશ થાય છે. આવી રીતે મદિરાપાનથી થતા નુકસાન બતાવી એનો ત્યાગ કરવાનું કહે છે. એવી જ રીતે માંસાહારના દોષો બતાવી તેના આહારનો નિષેધ કર્યો છે. જેમ ઝેરનો લેશમાત્ર અંશ પણ જીવિત નાશ કરનાર થાય છે તેમ એક જવના દાણા જેટલું અલ્પ માંસ પણ દુર્ગતિમાં લઈ જનાર બને છે. માંસ માટે પ્રાણીને મારવાથી એની હિંસા તો થાય જ છે, સાથે પ્રાણીનો વધ કરતાં જ તત્કાળ તેની અંદર નિગોદરૂપ અનંતા સંમૂર્ણિમ જીવોની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ રહે છે. માટે તે નરકના માર્ગરૂપ છે. માખણભક્ષણ, મધભક્ષણના દોષો બતાવી એને તેમજ પાંચ પ્રકારના ઉદુમ્બર-ફભિક્ષણ, અનંતકાય, અજ્ઞાતફલ ભક્ષણનો નિષેધ કર્યો છે. રાત્રિભોજનના દોષો બતાવી રાત્રિ ભોજન વર્ય ગણાવ્યું છે. સૂર્ય અસ્ત થઈ ગયા પછી સૂક્ષ્મ જીવો ન દેખાવાથી એમનું પણ ભક્ષણ થાય છે માટે રાત્રિ ભોજન ન કરવું. એમ કહી રાત્રિભોજનત્યાગના ફાયદા જણાવતા કહે છે જે માણસ રાત્રિભોજનના પચ્ચખાણ કરે છે તેનું અરધું આયુષ્ય તો ઉપવાસમાં વ્યતીત થાય છે. રાત્રિભોજનત્યાગના જે ગુણો રહેલા છે તે કેવળી સિવાય બીજો કોઈ કહેવા સમર્થ નથી. એવી જ રીતે કાચા ગોરસ એટલે કાચા દહીં, દૂધ અને છાસ સાથે દ્વિદલનો સંયોગ થતાં સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે એટલે ગોરસ અને કઠોળના સંયોગવાળી વસ્તુઓનો ત્યાગ કરવાનું કહે છે.
અનર્થદંડ વિરમણવ્રત સ્વરૂપ સમજાવતાં એના જ ભેદ સમજાવે છે.આર્ત અને રૌદ્ર સ્વરૂપ અપધ્યાનને પરિહરવાનું કહે છે. હિંસાનાં ઉપકરણો - છરી, ચપ્પ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું વગેરે અધિકરણો બીજાને ન આપવાં, ગીત, નૃત્ય આદિ રાગાદિ વધારનાર પ્રમાદનો ત્યાગ કરવો. આવી રીતે ચાર પ્રકારે અનર્થદંડનો ત્યાગ કરવાનું કહે છે.
આવી રીતે ત્રણ ગુણવ્રત સમજાવી ચાર શિક્ષાવ્રત - સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ સમજાવે છે.
સામાયિક એટલે આરોદ્ર ધ્યાનનો ત્યાગ કરી, મન, વચન અને કાયાનાં
૧૬૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )