________________
અતીન્દ્રિય એવી આત્માની સિદ્ધિ આવશ્યક છે. આ આત્મા. પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ વગેરે અતીન્દ્રિય પદાર્થો આગમોનો જ વિષય છે. કારણ કે આગમોથી જ તે અતીન્દ્રિય વિષયોની ઉપલબ્ધિ થાય છે, એમનો યથાર્થ બોધ થાય છે. મહર્ષિ પતંજલિએ પણ કહ્યું છે કે આગમ, અનુમાન અને યોગાભ્યાસ વડે ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
આ આગમશાસ્ત્રો સર્વજ્ઞકથિત હોવાથી પ્રમાણ છે. સર્વજ્ઞો ત્રિકાળજ્ઞાની અને સર્વગુણસંપન્ન તેમજ વીતરાગ હોવાથી ક્યારે ય પણ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા હોતા નથી. વ્યક્તિની અપેક્ષાએ ઋષભદેવ આદિ અનેક સર્વજ્ઞો હોવા છતાં તે બધામાં સર્વજ્ઞતત્ત્વ એકસરખું હોવાથી પરમાર્થથી તો સર્વજ્ઞ એક છે.
આગળ આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે કે સર્વજ્ઞ એક છે તેમ મુક્તિમાર્ગ પણ એક જ ઉપશમપ્રધાન માર્ગ હોય છે. અહીં મુક્તિનો માર્ગ એટલે મુક્તિની સાધના. ચિત્તમાંથી રાગાદિ લૂષિતતા દૂર કરીને અતિશય નિર્મળતાયુક્ત (સમતાપરાયણ) એવો જે ચિત્તપરિણામ તે જ વાસ્તવિક મુક્તિમાર્ગ છે.
સંસારના પારને પામવું એ તત્ત્વ છે અને સૌથી શ્રેષ્ઠ તત્ત્વ છે. જેને “નિર્વાણ સંજ્ઞા આપેલી છે. જૈન દર્શન આત્માની સિદ્ધાવસ્થાને, મુક્તાવસ્થાને નિર્વાણ શબ્દથી ઓળખે છે. તેને જ જુદા જુદા દર્શનકારો સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા ઇત્યાદિ જુદાં જુદાં નામથી કહે છે એટલે નામભેદ હોવા છતાં અર્થભેદ નથી. સંસારથી પ્રતિપક્ષી નિર્વાણ છે. નિર્વાણઅવસ્થામાં દરેક આત્માનું સ્વરૂપ એક જ છે. બધા જ આત્માના અનંત જ્ઞાનાદિગુણ જ્યાં સંપૂર્ણતાએ પહોંચ્યા છે અને બધા જ આત્માનું આનંદવેદન પણ એકસરખું છે એ નિર્વાણતત્ત્વ છે. અને આ નિર્વાણતત્ત્વ સર્વજ્ઞતાની પ્રાપ્તિ પછી જ પ્રાપ્ત થાય છે. તેથી સર્વજ્ઞોમાં તત્ત્વથી ભેદ નથી. સર્વજ્ઞ એક સમાન છે.
સર્વજ્ઞતત્ત્વ એક હોવા છતાં જે દેશના ભેદ દેખાય છે તે, તે તે જીવની યોગ્યતા પ્રમાણે ભિન્ન ભિન્ન દેશના આપે છે. સર્વજ્ઞ પરમાત્મા સંસારના જીવો માટે ભવરૂપી વ્યાધિનો નાશ કરવા ધવંતરિ વૈદ્ય સમાન છે. એટલે તે જીવોને કઈ રીતે દેશના આપવામાં આવે તો લાભ થાય એ પોતાના જ્ઞાનબળે જાણી પછી દેશના આપે છે. એવી રીતે એક કાળે એક જ પર્ષદામાં એકસરખી અપાતી પરમાત્માની દેશના તેઓના અચિન્ય પુણ્ય પ્રભાવથી જીવોને પોતપોતાની તથા ભવ્યતાના પરિપાકના અનુસારે પરિણામ પામે છે. સર્વજ્ઞ પુરુષોનું જ્ઞાન
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૨૯