________________
સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સાધકે પરમાત્માનું આલંબન લેવું જરૂરી છે. ઈલિકા ભમરીના ધ્યાનથી જેમ ભમરીપણાને પામે છે તેમ સાધક પરમાત્માના ધ્યાનથી પોતાના પરમાત્મસ્વરૂપને પ્રગટ કરી શકે છે. સ્થિર-નિશ્ચલ અધ્યવસાય અર્થાત્ આત્માનો પરિણામ - આત્માનો ઉપયોગ એ ધ્યાન છે. ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને અંતરાત્મરૂપી પરિણત થાય છે. ધ્યેય-પરમાત્મામાં ધ્યાતા-અંતરાત્માનું એકાગ્રચિત્ત થવું અને પરમાત્માનો સંયોગ એ ધ્યાનયોગ છે. આચાર્ય બુદ્ધિસાગરજી આલંબન અને નિરાલંબન ધ્યાનની ચર્ચા કરતાં આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે.
‘જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર આ જ વાત કહી છે. તેમ જ આનંદઘનજીએ ભગવાન નમિનાથના સ્તવનમાં ધ્યાનયોગનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર એમના વચનામૃતમાં ધ્યાનનું મહત્ત્વ સમજાવેલું છે. આચાર્ય શુભચંદ્ર વીતરાગનું ધ્યાન કરવાનું કહે છે કારણ કે ધ્યાન કરવાવાળા યોગી વીતરાગનું ધ્યાન કરતાં કરતાં કર્મોનો નાશ કરી પોતે વીતરાગ, પરમાત્મા બની શકે છે. અન્ય દર્શનમાં જેને સર્વજ્ઞ માને છે એ રાગદ્વેષસહિત અને જન્મમરણથી વ્યાપ્ત હોય છે એવા સર્વજ્ઞ ધ્યાન કરવાયોગ્ય નથી. એવા રાગીનું આલંબન લઈને ધ્યાન ન કરવું જોઈએ. એટલે આચાર્ય શુભચંદ્ર ધ્યાન કરવા ઇચ્છુક સાધકને અન્ય મતોને છોડી યુક્તિ અને આગમથી નિર્ણય કરી સર્વજ્ઞનો સમ્યક્ પ્રકારે નિશ્ચય કરવાનું અને એવા સર્વ દોષરહિત સર્વજ્ઞ અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું કહે છે. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીનું ‘જેન યોગમાં યોગદાન
અર્વાચીન સમયમાં આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમિક આધાર અને પ્રયોગોનો અનુભવ આ બેઉના સમન્વયથી પ્રેક્ષાધ્યાનની પદ્ધતિનો અવિષ્કાર કર્યો છે. પ્રેક્ષાધ્યાન એ ધ્યાનની સાધના છે. ધ્યાનની જે જે પદ્ધતિ છે એ વીતરાગ બનવાની પ્રક્રિયા છે. એનાં આદિ બિંદુ છે રાગ અને દ્વેષને ઉપશાંત કરવો અર્થાત્ ક્ષીણ કરવો. ધ્યાનની શરૂઆતથી ધ્યાનની પૂર્ણતા સુધીની સંપૂર્ણ યાત્રા રાગ અને દ્વેષના ઉપશમ અને ક્ષયની યાત્રા છે. એના માટે આચાર્ય તુલસીએ પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ વિકસાવેલી છે. પ્રેક્ષા એટલે ઊંડાણમાં ઊતરીને જોવું. દસવેકાલિક સૂત્રમાં કહ્યું છે “પિવરવ મામપ્પા ' અર્થાત્ આત્મા દ્વારા આત્માની સંપ્રેક્ષા કરો. સ્થળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુઓ. ધૂળ ચેતના
૩૦૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )