SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવરૂપ આત્મ-સામર્થ્યથી આગળ વધતો સપક શ્રેણીને પ્રાપ્ત કરી શીધ્ર કેવળજ્ઞાનની તથા અંતે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. ક્ષપકશ્રેણી એટલે મોહનીય કર્મનો ક્ષય કરતા કરતા મુનિ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય અને ક્ષીણ-મોહ આ ચાર ગુણસ્થાનકરૂ૫ શ્રેણી ચડે છે. આ જ સંદર્ભમાં યોગીરાજ આનંદઘનજી મહારાજે મહાવીર સ્વામીના સ્તવનમાં કહ્યું છે - દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત | કારજ સાધક – બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત //પાના અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીત - પ્રતીત / અંતરયામી સ્વામી-સમીપ તે, રાખી મિત્ત શું રીત... T૬IT અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફળ ફળ્યા સવિ - કાજ, I નિજપદ સંપદ જે તે અનુભવે, આનંદઘન મહારાજ... II૭TI અર્થાત્ પરમ શુદ્ધ આત્માના સ્વરૂપને, શાસ્ત્રવચનની સેંકડો યુક્તિઓથી પણ જાણી શકાતું નથી, તે તો કેવળ વિશુદ્ધ સ્વાત્માનુભવના બળ વડે જ જાણી શકાય છે. આ સામર્થ્યયોગ પ્રાતિજજ્ઞાનથી યુક્ત હોય છે. પ્રાતિજ્ઞાન એટલે પ્રતિભાથી પ્રગટેલું જ્ઞાન. યથાર્થ મોક્ષમાર્ગને અનુસરે તેવું ઉહા નામનું ઉત્કૃષ્ટ જ્ઞાન. સામર્થ્યયોગના બે પ્રકાર બતાવેલ છે. (૧) ધર્મસંન્યાસ : સંન્યાસ એટલે ત્યાગ. ધર્મોનો એટલે કે ક્ષાયોપથમિક ભાવવાળા ધર્મોનો ત્યાગ તે ધર્મસંન્યાસ. ઉપશમ અને ક્ષય એ એના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો લાયોપથમિક કહેવાય છે. ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનો સર્વથા સભાવ અને ક્ષાયિક ભાવ એટલે કર્મોના ક્ષયથી પ્રગટ થતા ભાવો. (૨) યોગસંન્યાસ : અહીંયોગ એટલે મન-વચન-કાયાની ક્રિયા. મન-વચન કાયાના વ્યાપારનો ત્યાગ તે યોગસંન્યાસ. પ્રથમ ધર્મસંન્યાસ યોગ એ તાત્ત્વિકપણે બીજા અપૂર્વકરણમાં થાય છે. જે મોક્ષ સાથે જોડી આપે તે તાત્ત્વિક યોગ. બીજો અતાત્ત્વિક યોગ એ યોગાભાસ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ ૧૧૩
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy