________________
જેવી જીવનશૈલી જોતાં ખ્યાલ આવે કે મોરપક્ષી એ પૂર્વના યોગસંસ્કારને લઈ આવેલો યોગીપુરૂષનો આત્મા છે. મોર પર્વતોના શિખર ઉપર, વૃક્ષોની ઊંચી શાખા ઉપર, મંદિરોમાં ધ્વજદંડની પાટલી ઉપર બેઠેલા જોવામાં આવે છે. આખી રાત દરમ્યાન વાવાઝોડું કે વંટોળિયો આવે કે વીજળીના ઝબકારા સાથે, ગાજવીજ સાથે વરસાદ વરસતો હોય તોપણ મોર પોતાનું સ્થાન છોડતો નથી, નિશ્ચલ અને નિર્ભય બની પોતાના સ્થાન પર ટકી રહે છે. જેમ કોઈ આત્મલક્ષી યોગીરાજ સમાધિમાં નિશ્ચલ રહે છે. વળી મોર પાકો બ્રહ્મચારી છે. એ પોતાની ઢેલ સાથે સંભોગ કરતો નથી. તેને જાગૃતિ સહિતની અલ્પ નિદ્રા હોય છે. તે કદી બેધ્યાન થતો નથી. અહીં પં. મુક્તિદર્શનજી મોરની જીવનશૈલી જોઈ જેમ આનંદઘનજીએ ૬ પદમાં અષ્ટાંગ યોગની સાધના બતાવી એમ આ પદમાં પણ કહે છે કે મોરના જીવનમાં અષ્ટાંગ યોગની સાધના નીચે મુજબ વણાયેલ છે.
યમ : મોર આજીવન બ્રહ્મચર્ય પાળીને તૃષ્ણા, માયારૂપી ઢેલડીઓનો ત્યાગ કરી એકાકી જીવન જીવે છે.
નિયમ : નિજ આરાધનામાં જ તત્પર રહેવું એ મોરનો નિયમ છે. એનું પાલન કરવા પર્વતશિખર પર કે ધજાદંડની પાટલી પર બિરાજમાન થઈ પોતાની સાધનામાં ડૂબી જાય છે.
આસન : પોતાની સાધનાને યોગ્ય બેઠક ગ્રહણ કરી મોર ત્યાં પોતાનું સ્થાન ટકાવી રાખે છે. ત્યારે વંટોળિયા કે વીજળીના કડાકા-ભડાકા સાથેનો ધોધમાર વરસાદ, કોઈને ન ગણકારતા પોતાનું આસન છોડતો નથી. યોગનાં ૮૪ આસનોમાંથી એક અત્યંત મુશ્કેલ આસન મયૂરાસન છે.
પ્રાણાયામ : મોરનું પ્રાણવાયુનું અંદર લેવું પૂરક છે, સ્થિર રાખવું કુંભક છે, અને ડોક મરડીને મેઘગર્જના જેવો મધુર ટહુકાર કરે તે રેચક છે.
પ્રત્યાહાર : ઇન્દ્રિયોના અસંયમને રોકવો તે પ્રત્યાહાર છે. જે દિશામાંથી વાયુ વાતો હોય તેની સામે જ મોર પોતાના સ્થાને અવિચલિત થઈ નિષ્કપણે બેસી રહે છે. એ મોરનો પ્રત્યાહાર છે.
ધારણા જ્ઞાનમાં આવેલા પદાર્થોને કાલાંતરે વિસ્મરણ ન થવા દેવા તે
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૩