________________
આ પ્રમાણે દરેક ભૂમિકાને યોગ્ય ઉપદેશ આપવાનું આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે. અયોગ્ય એટલે કે ભવાભિનન્દી જીવોને આપેલો ઉપદેશ હાનિકારક નીવડે છે. અને તે ઉપદેશ શ્રોતાને અનર્થ કરનારો હોવાથી કર્મબંધનું નિમિત્ત બને છે પરંતુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આપેલો ઉપદેશ મોક્ષ સાથે સંબંધ જોડનારો હોવાથી યોગ કહેવાય છે.
સાધકને એના અધિકાર પ્રમાણે મળેલા ઉપદેશથી પ્રતિબોધ પામીએ ઉપદેશ જીવનમાં ઉતાર્યા પછી હજુ આધ્યાત્મિક વિકાસની આગળની શ્રેણીમાં ચડવા માટે સાધકોએ નીચેના સાધારણ નિયમોને અનુસરવું જોઈએ - અને પોતાના સ્વભાવનું અવલોકન કરવું જોઈએ કે એની પ્રવૃત્તિ કયા ગુણસ્થાનકને અનુરૂપ છે? પોતાના વિષયમાં લોકો શું બોલે છે? પોતાની માનસિક, કાયિક અને વાચિક પ્રવૃત્તિ સહજભાવે શુદ્ધ થતી જાય છે કે નહિ? એટલે જ એના મન, વચન અને કાયાના યોગો કેવા પ્રકારના છે, કઈ ભૂમિકાના સાધક બની શકે છે એ વિચારીને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી જોઈએ. આવી રીતે સાધકે પોતાના યોગ્યતાનો વિચાર કરી ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. અને પોતાની સમાન કક્ષાવાળા કે પોતાનાથી અધિક ગુણી પુરુષો પ્રત્યે આદર બહુમાન રાખી તેમના સહવાસમાં રહેવું જેથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ થાય. સાધક નિર્દોષ ગમન-આગમન, ખાનપાન આદિ દ્વારા શરીરને શુદ્ધ રાખે. સત્ય, પ્રિય અને હિતકર વચનો વડે વાણી અને શુભ ચિંતન દ્વારા મનને શુદ્ધ કરે આ ત્રિવિધ શુદ્ધીકરણ એ જ યોગસિદ્ધિ છે.
આવી રીતે સ્વયોગ્યતાનો વિચાર કર્યા પછી સદ્ગુરુ પાસે જઈ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈ વિધિપૂર્વક આગળની ભૂમિકારૂપ ગુણસ્થાનકનો સ્વીકાર કરવો જોઈએ. આધ્યાત્મિક ગુરુ અને વિધિના જ્ઞાતા એવા મહાપુરુષ પાસે વંદનાદિ વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવાથી તે વ્રતમાં વિશેષ સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં આગળનું ગુણસ્થાનક એટલે દેશવિરતિ એટલે પમું ગુણસ્થાનક અને સર્વવિરતિ એટલે કે છછું ગુણસ્થાનક સ્વીકારવું. દેશવિરતિ કે સર્વવિરતિ સ્વીકાર્યા પછી જો તેમાં અરતિ થતી જણાય તો તે પૂર્વના અશુભ કર્મોદયના લીધે થાય છે. આવા અકુશલ કર્મોદયનું નિવારણ યોગ્ય ઉપાયથી શક્ય થાય છે. જ્યારે ભય ઉત્પન્ન થાય ત્યારે સદ્ગુરુનું શરણું લેવું. કર્મવ્યાધિની પીડા આવે તો
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૭૧