________________
આ ધ્યાનને પુનઃ જોડવા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવાનું કહે છે. કારણ વૃદ્ધાવસ્થામાં નિર્બળ થયેલા શરીરને જેમ ઔષધ તાકાત આપે છે તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તૂટતાં ધર્મધ્યાનને ફરીથી પુષ્ટ કરે છે. અહીં આ ચાર ભાવનાઓનું સ્વરૂપ સમજાવે છે.
જગતમાં કોઈ પણ જીવ પાપ ન કરે અને દુ:ખી ન થાય અને આ સંસારચક્રની ચારે ગતિમાંથી જગતના તમામ જીવો મુક્ત બની મોક્ષસુખ પ્રાપ્ત કરે. આ મૈત્રી ભાવના.
જીવહિંસાદિ સમગ્ર દોષોને દૂર કરનારા અને પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા મહાપુરુષોના શમ, ઇન્દ્રિયોનું દમન, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્ય આદિ ગુણો માટે તેમનો વિનય, વંદન, સ્તુતિ, ગુણાનુવાદ, વૈયાવચ્ચ કરવી અને એનાથી મનનો ઉલ્લાસ પ્રકટવો એ પ્રમોદ ભાવના.
દીન, દુઃખી, ભય પામેલાં વિવિધ દુ:ખથી પીડાયેલાં મરણાન્તિક વેદના અનુભવતા પ્રાણીઓને જિનેશ્વર ભગવંતના વચનામૃતથી શાંતિ આપવી તેમજ દેશકાળની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, ઔષધાદિથી મદદ કરવી તે કરુણા છે.
ભક્ષ્યાભઢ્ય, કર્તવ્ય, અકર્તવ્ય આદિ વિવેક વિનાના, ક્રૂર કર્મ કરનારા, દેવગુરુની નિંદા કરનારા છતાં આત્મપ્રશંસા કરનારા એવા જીવો ધર્મદેશનાને અયોગ્ય હોવાથી તેમના પ્રત્યે ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે.
આ ચારભાવનાઓ વડે પોતાના આત્માને ભાવિત કરતા યોગી પોતાની તૂટેલી વિશુદ્ધ ધ્યાનની શ્રેણીને પુન: જોડી દે છે.
ધ્યાન અને આસન : અહીં ચોથા પ્રકાશના અંતમાં ધ્યાનના સાધનભૂત લાંબા સમય સુધી સમાધિથી બેસી શકાય તેવાં આસનો જેવાં કે પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદોહિકાસન અને કાયોત્સર્ગાસન વગેરે આસનો કહ્યાં છે. અમુક જ આસન કરવું એવો કોઈ આગ્રહ નથી. સુખપૂર્વક લાંબો કાળ ચિત્ત-સમાધિમાં બેસી શકાય તે આસન ગ્રહણ કરી ધ્યાન ધરવું.
૧૭૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS