________________
વાળવું. અધ્યાત્મનો અર્થ છે અંતર્મુખી બનવું. પ્રત્યેક આધ્યાત્મિક વ્યક્તિ માટે અંતર્મુખી થવું બહુ જ જરૂરી છે. આધ્યાત્મિક સાધનાનો અર્થ જ અંતર્યાત્રા છે. આધ્યાત્મિક સાધનાના માધ્યમ દ્વારા આપણે બહિર્મુખી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અંતર્મુખી થઈ શકીએ છીએ. કાયોત્સર્ગ દ્વારા શરીરનું શિથિલીકરણ કરીએ છીએ અને પછી અંતર્યાત્રામાં ધ્યાનની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણે અંતર્ણવેશ કરી ચૈતન્ય સાથે તન્મય બની જઈએ છીએ. ત્યાં ચૈતન્ય સિવાય અન્ય કાંઈ જ હોતું નથી. એ માત્ર અનુભવ જ છે. અંતર્યાત્રાનું પહેલું કાર્ય વ્યક્તિને આ ચૈતન્યના અનુભવના માર્ગમાં પ્રસ્થિત કરવાનું છે. બાહ્યયાત્રા ત્યજી અંતર્યાત્રા કરવી એ મહાન સાધના છે. આ સાધનાથી ચેતનાનો સંપર્ક થાય છે તેટલો સંપર્ક બીજા કોઈ માધ્યમ દ્વારા થતો નથી.
અંતર્યાત્રાનો સંબંધ આપણી કરોડરજ્જુ (Spinal Cord) સાથે છે. આપણા કેન્દ્રીય નાડી- તંત્રનું મુખ્ય સ્થળ જે સુષુમ્મા તરીકે ઓળખાય છે તે આ spinal cord છે. આ સુષુમ્માનો નીચેનો છેડો શક્તિકેંદ્ર છે જે ઊર્જા કે પ્રાણશક્તિનું મુખ્ય કેંદ્ર છે. અંતર્યાત્રામાં ચિત્તને બાહ્ય વિષયોથી પ્રતિસલીન કરીને શક્તિકેંદ્ર પર લાવવાનું હોય છે. પછી ચિત્તને શક્તિકેંદ્રથી સુષુપ્સાના માર્ગથી જ્ઞાનકેંદ્ર સુધી લઈ જવાનું હોય છે. ચેતનાની આ અંતર્યાત્રાથી ઊર્જાનો પ્રવાહ કે પ્રાણની ગતિ ઊર્ધ્વગામી થાય છે. આ યાત્રાની અનેક પ્રવૃત્તિઓથી નાડીતંત્રની પ્રાણશક્તિ વિકસિત થાય છે. મનુષ્ય ઊર્જાને અધોગામી કરવાનું જ જાણે છે, ઊર્ધ્વગામી કરવાનું જાણતો નથી. મસ્તિકની ઊર્જાનું નીચે જવું તે ભૌતિક જગતમાં પ્રવેશ કરવા સમાન છે. અંતર્યાત્રાથી જે શક્તિ નીચેની તરફ જતી હતી તે ઉપરની તરફ જવા માંડે છે. ઊર્જા નીચે જવાથી પીગલિક સુખની અનુભૂતિ થાય છે. ઊર્જા ઉપર જવાથી અધ્યાત્મસુખની અનુભૂતિ થાય છે.
૩. શ્વાસ-પ્રેક્ષા :
ધ્યાનની સાધના માટે શ્વાસની સાધના ખૂબ જ જરૂરી છે. મનની સ્થિતિ કે એકાગ્રતા માટે શ્વાસનું શાંત થવું અત્યંત જરૂરી છે. સાધનાની દૃષ્ટિથી દીર્ઘશ્વાસનો અભ્યાસ આવશ્યક છે. પ્રથમ શ્વાસની ગતિને દીર્ઘ બનાવવાની છે. અર્થાત્ પ્રાણવાયુને ધીરે ધીરે લેવો જોઈએ અને ધીરે ધીરે છોડવો જોઈએ તેને જ દીર્ઘ-શ્વાસ કહેવામાં આવે છે. દીર્ધ શ્વાસના અભ્યાસમાં ચિત્તને શ્વાસ પર કેંદ્રિત
૨૬૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની