SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતો નથી. અજ્ઞાનતાવશ અપ્રશસ્ત કષાયોમાં રુચિપૂર્વક પ્રવૃત્તિ કરવી તે ઉત્થાનદોષ છે. એટલે ધર્મની ક્રિયા કરતાં કે બીજી ક્રિયા કરતા અંદરથી માનાદિ કષાયોનું ઊઠવું તે ઉત્થાનદોષ છે. આ દૃષ્ટિમાં આત્માને અંદ૨થી વિષય-કષાયોની વૃત્તિઓ નીકળી ગયેલ હોવાથી શાંત રસની ધારા ચાલે છે. પહેલી ત્રણ દૃષ્ટિ જેવા વિષયોના આકર્ષણ, ખેંચાણ હતા તે હવે રહ્યા નથી. આત્મા ગ્રંથિભેદની નજીક આવ્યો છે તેથી મનમાંથી ઇચ્છાઓ, વિચારો, કષાયો બધાં શાંત થઈ ગયાં છે. સ્વીકારેલ યોગમાર્ગમાં આત્મા ઠર્યો છે. ત્રીજી દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલ તત્ત્વશુશ્રુષા આ ગુણના ફળ રૂપેદીપા દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ આ ગુણ પ્રગટ થાય છે. અહીં ભાવપ્રાણાયામની પ્રાપ્તિ અને ઉત્થાનદોષનો અભાવ હોવાથી ચિત્ત એવું પ્રશાંત થાય છે કે ભાવપૂર્વકનું તત્ત્વશ્રવણ થાય છે. જેથી પોતાના વિશુદ્ધિના બળે પ્રાણથી પણ ધર્મને શ્રેષ્ઠ માને છે. જે જીવને દુર્ગતિમાં જતા અટકાવે, સદ્ગતિમાં સ્થિર કરે અને પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડે એ ધર્મ છે આ ભાવના દૃઢ થાય છે. સંસારની અસારતા અને આત્માનું સ્વરૂપ ઓળખાય છે. પોતાના જીવનમાં ધર્મને જ પ્રાણ કરતાં પણ અધિક કીમતી માને છે કે અવસરે ધર્મની ખાતર પ્રાણનો ભોગ આપતા અચકાતો નથી. આ તત્ત્વશ્રવણ ગુણને વર્ણવતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । વીનપ્રોઢમાધત્તે, તદ્રુત્ત તત્ત્વશ્રુતેર્નર: ।।૬।। તત્ત્વશ્રવણ એ મીઠા પાણી જેવું છે. અને આખો વિષયકષાયરૂપ સંસાર એ અતત્ત્વરૂપ છે, ખારા પાણી જેવો છે. જો ખેતરમાં વાવેલા બીજને ખારા પાણીના બદલે મીઠું પાણી પાવામાં આવે તો તે બીજમાંથી અવશ્ય અંકુરા ફૂટે છે. તેમ મિત્રા આદિ પ્રથમ ત્રણ દૃષ્ટિમાં જે યોગબીજ પ્રાપ્ત કર્યાં છે તે ચોથી દૃષ્ટિમાં પ્રવેશતાં આ યોગબીજોનો અવશ્ય વિકાસ થાય છે. કારણ કે હવે જીવને સાંસારિક સંબંધો અને પૌદ્ગલિક સુખો ખારા પાણી સમાન ભાસે છે, એ આત્મહિત ક૨ના૨ નથી એ સમજ દૃઢ થાય છે. જ્યારે તત્ત્વશ્રવણ એ મધુર પાણીના યોગ સમાન છે. તત્ત્વશ્રુતિ દ્વારા યોગબીજમાંથી સમ્યક્ત્વ - દેશવિરતિ - સર્વવિરતિ આવે છે. આ તત્ત્વશ્રવણ કરાવનારા ગુરુદેવ ઉ૫૨ તીવ્ર ભક્તિ જાગે છે. અને ‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ ૧૨૭
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy