________________
અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરીને મન, વચન અને કાયાના શુભ યોગો કરવા એ યોગનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમ ભૂમિકાને દઢ કરીને યોગમાર્ગ પર આગળ વધે એ જ યોગમાર્ગનો ઉત્તમ અધિકારી બની શકે છે. આચાર્ય શુભચંદ્ર અને આચાર્ય હેમચંદ્રની જેમ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી પણ ‘ગૃહસ્થ અવસ્થામાં યોગની સાધના થઈ શકે છે” આ વાત સાથે સહમત થાય છે. છતાં ગૃહસ્થ કરતાં સાધુ અવસ્થામાં યોગની સાધના અનંતગણી સારી થઈ શકે છે.
આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે કે જૈનદર્શનમાં અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે (યોગદીપક ગાથા નં. ૬૩). એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગ મુખ્ય છે. આ યોગ એમણે અષ્ટાંગ યોગથી સમજાવ્યો છે. એ કહે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અષ્ટાંગ યોગનો સમાવેશ થાય છે તેમજ અષ્ટાંગ યોગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે. આવી રીતે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ મોક્ષપ્રાપ્તિ માટે જે યોગ સમજાવ્યો છે એ પાતંજલ અષ્ટાંગ યોગ સાથે વધારે સામ્ય ધરાવે છે. જૈન યોગમાં ધ્યાનનું વધારે મહત્ત્વ છે. મોક્ષપ્રાપ્તિ માટે છેલ્લો તબક્કો ધ્યાન છે. શુક્લધ્યાનના ત્રીજા અને અંતિમ ચરણમાં યોગી સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષપ્રાપ્તિ કરે છે. જ્યારે આ જ પ્રક્રિયા આચાર્ય બુદ્ધિસાગરજી એમના ‘યોગદીપક’ ગ્રંથમાં અષ્ટાંગ યોગના માધ્યમથી સમજાવે છે એટલે ધ્યાન પછી યોગનું છેલ્લું અંગ સમાધિ - સાલંબન સમાધિ અને નિરાલંબન સમાધિ દર્શાવે છે.
યોગનું પ્રથમ પગથિયું યમ છે. તેની બરાબર આરાધના કરવાથી આગળના પગથિયા અર્થાત્ ધ્યાન અને સમાધિ સુધી પહોંચી શકાય છે. પ્રથમ પગથિયાનો ત્યાગ કરીને જેઓ એકદમ ઉપ૨ના પગથિયા પર ચઢવાનો પ્રયાસ કરે છે તેઓને અંતે પાછા ફરી પંચમહાવ્રતરૂપ યમની આરાધના કરવી જ પડે છે.
જ્ઞાનયોગ અને કર્મયોગ
જૈનદર્શનમાં મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેનું મહત્ત્વ છે. ‘જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ:' જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે જેનું વિવેચન ઉપાધ્યાય યશોવિજયજીએ ‘અધ્યાત્મસા૨’માં યોગ અધિકારમાં કર્યું છે. જ્ઞાન અને મુખ્યપણે શુદ્ધ આત્મજ્ઞાન
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૦૬