________________
સ્થાન અને આસન બેઉ ધ્યાનનાં કારણ છે. બેઉમાંથી એક પણ યોગ્ય ન હોય તો ચિત્તની સ્થિરતા થઈ શકતી નથી. સાથે એમ પણ કહે છે કે જો મુનિ સંવેગવૈરાગ્યયુક્ત હોય, સંવરરૂપ હોય, ધીર હોય, જેનો આત્મા સ્થિર હોય, ચિત્ત નિર્મલ હોય એ મુનિ સર્વ અવસ્થા, સર્વ કાલમાં ધ્યાન કરવાયોગ્ય છે.
પ્રાણાયામ :
આ પ્રકરણમાં આચાર્ય શુભચંદ્ર મનને એકાગ્ર કરવા માટે તથા ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામને ઉપયોગી બતાવે છે. બીજા દર્શનમાં (જેમ કે યોગદર્શનમાં) યોગનાં આઠ અંગમાં ચોથું અંગ પ્રાણાયામ છે. એનો સંબંધ શ્વાસક્રિયા સાથે જોડાયેલો છે. અહીં પ્રાણાયામની ઉપયોગિતા બતાવતાં આચાર્ય શુભચંદ્ર લખે છે – જે મુનિઓ શાસ્ત્રીય સિદ્ધાંતોને સારી રીતે સમજ્યા છે, જેમણે યથાર્થ નિર્ણય કર્યો છે એ મુનિઓએ ધ્યાનસિદ્ધિ માટે અને અંત:કરણની એકાગ્રતા માટે પ્રાણાયામને પ્રશસ્ય કહ્યો છે, એને ઉપયોગી બતાવ્યો છે.
પ્રાણાયામના લૌકિક અને પારમાર્થિક બંને ફળ મળે છે. અહીં પારમાર્થિક પ્રયોજન અર્થાતુ ધ્યાનની સિદ્ધિથી આત્મસ્વરૂપમાં લીન થઈ જવાનું પ્રયોજન મુખ્ય છે. પ્રાણાયામને સમજાવતાં કહે છે, કે પ્રાણાયામ એટલે જીવન અર્થાત્ શ્વાસોશ્વાસની સાધના છે. મનને વશ કરવા માટે આ શ્વાસોશ્વાસને વશ કરવું જરૂરી છે. પૂર્વાચાર્યોએ પ્રાણાયામ ત્રણ પ્રકારે કહેલો છે – પૂરક, કુંભક અને રેચક. આ ત્રણેનાં સ્વરૂપ બતાવે છે :
પૂરક એટલે જ્યારે પવનને તાલુરન્દ્રથી લઈ (ખેંચી) પોતાની ઇચ્છાનુસાર પોતાના શરીરમાં પૂરણ કરે.
કુંભકએ પૂરણ કરેલા પવનને નાભિના મધ્યમાં સ્થિર કરીને રોકે. રેચક : એ સ્થિર કરેલા પવનને પ્રયત્નપૂર્વક મંદ મંદ બહાર કાઢે. પ્રાણાયામનું ફળ :
આ પ્રાણાયામ સાધવાથી જગતના શુભ-અશુભ અને ભૂત-ભવિષ્ય જાણી શકાય છે. પરકાયમાં પ્રવેશ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ બધા લોકિક પ્રયોજન છે, પારમાર્થિક નથી. એનું પારમાર્થિક ફળ બતાવ્યું છે કે મનને વશ કરવાથી વિષયવાસના નષ્ટ થાય છે અને પોતાના આત્મસ્વરૂપમાં લીન થતા
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૦૧