________________
અનેક જન્મોનાં કર્મોનો નાશ થઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવી રીતે ચિત્તની સ્થિરતા માટે પ્રાણાયામનું મહત્ત્વ બતાવે છે પરંતુ આગળના પ્રકરણમાં પ્રાણાયામની અનુપયોગિતા બતાવતાં કહે છે કે પ્રાણાયામનું કૌશલ એ અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું સાધન છે એટલે મુક્તિની ઇચ્છા રાખવાવાળા યોગીઓ માટે એ વિપ્નનું કારણ થઈ શકે. જે યોગી સંસારના વિષયોથી વિરક્ત છે, મંદકષાયી છે, વિશુદ્ધભાવયુક્ત છે, વીતરાગ અને જિતેન્દ્રિય છે એવા યોગીઓ માટે પ્રાણાયામ પ્રશંસાયોગ્ય નથી. પ્રાણાયામમાં શ્વાસોશ્વાસરૂપ પવનની આવનજાવનને રોકવાથી પીડા ઉત્પન્ન થાય છે. એનાથી સાધકની માનસિક સ્થિરતા વિચલિત થાય છે. સાધક એના ધ્યાનથી ભ્રષ્ટ થવાની શક્યતા હોય છે. એના આત્મભાવોની શુદ્ધ પરિણતિથી દૂર થાય છે. એટલે પ્રાણાયામની ઉપયોગિતાને અહીં ગૌણ માની છે. શ્વાસ-પ્રશ્વાસનો અભ્યાસ નાડીશુદ્ધિનો હેતુ બને છે, એનાથી ધ્યાનને અનુકૂળ મનઃસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ દૃષ્ટિથી સાધક શ્વાસ-પ્રશ્વાસના શુદ્ધીકરણ દ્વારા આત્માનું ચિંતન, મનન, પરિશીલન કરી શકે ત્યાં સુધી પ્રાણાયામની ઉપયોગિતાને માની છે. ધ્યાનની એકાગ્રતા પ્રાપ્ત કરવા પ્રાણાયામનો ઉપયોગ થઈ શકે પણ એ અનિવાર્ય નથી.
આચાર્ય હેમચંદ્ર એમના લખેલ યોગશાસ્ત્ર માં પણ પ્રાણાયામ માટે આવું જ મંતવ્ય ધરાવે છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે પ્રાણાયામ અનિવાર્ય નથી. છતાં દેહના આરોગ્ય અને ધ્યાનથી સિદ્ધિ માટે પ્રાણાયામ ઉપયોગી છે. આવી રીતે પ્રાણાયામની ક્રિયાને ગૌણ માની સમાધિ માટે પ્રત્યાહાર અને ધારણાનું વર્ણન કર્યું છે.
પ્રત્યાહાર આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ’ના ૩૦મા પ્રકરણમાં પ્રત્યાહારનું વર્ણન કરે છે. પ્રત્યાહાર “પાતંજલ યોગનાં આઠ અંગોમાં પાંચમું અંગ છે. અહીંપ્રત્યાહારનું નીચે પ્રમાણે વર્ણન કરે છે:
समाकृष्येन्द्रियार्थेभ्यः साक्षं चेतः प्रशान्तधीः । यत्र यत्रेच्छया धत्ते स प्रत्याहार उच्यते ।।३०.१।। અર્થ : પ્રશાન્તબુદ્ધિ વિશુદ્ધતાયુક્ત મુનિ પોતાની ઇંદ્રિય અને મનને
POP
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની