________________
ધ્યાનથી કર્મોનો ક્ષય થાય છે. સાધ્ય-પ્રાપ્તિનું પ્રમુખ કારણ ધ્યાન છે. આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર એમના વચનામૃતમાં ધ્યાન વિશે લખે છે – “ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વેમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાન પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી.'
સર્વને કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. શ્રી જિન સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અત એવ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે.
મોક્ષના સાધન જે સમ્યક દર્શનાદિક છે તેમાં ધ્યાન ગર્ભિત છે. તે કારણધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.”
જૈન શાસ્ત્રમાં ધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. બે દુર્ગાન અને બે શુભધ્યાન, દુર્બાન એ યોગનું અંગ નથી. કોઈ જીવ ધ્યાન વિનાનો હોતો નથી. રોદ્રધ્યાન અને આર્તધ્યાનથી દુર્ગતિ થાય છે. આર્તધ્યાનથી તિર્યંચગતિ અને રૌદ્રધ્યાનથી નર્કગતિ પ્રાપ્ત થાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી ઉપયોગ અને યોગની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અંતે શુક્લધ્યાનથી ચાર ગતિથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને મોક્ષપ્રાપ્તિ ન થાય તો ધર્મધ્યાનથી દેવ કે મનુષ્યની શુભ ગતિ પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ આ ધ્યાનના પ્રકાર વિશે લખે છે –
‘ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે – આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવાયોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. ધર્મધ્યાન માટે લખે છે - મોક્ષમાર્ગની અનુકુળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.”
શ્રીમદ્ રાજચંદ્ર ધર્મધ્યાનના ૧૬ ભેદ સમજાવ્યા છે. એના વિષે એ લખે છે : “જેવા આ ધર્મધ્યાનના પૃથક, સોળ કહ્યા છે તેવા તત્ત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે
૨૫૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS