________________
રહિત હોતું નથી. આથી એ જે જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ પરિણામે મોક્ષપ્રાપ્તિરૂપ ફળવાળી બને છે. એ ભાવયોગી કહેવાય છે. (અથવા એને ભાવથી યોગ થાય છે.)
શુભ પરિણામયુક્ત શુદ્ધ અનુષ્ઠાન આત્મસ્વરૂપની શુદ્ધતા કરતો હોવાથી અને મોક્ષ સાથે જોડતો હોવાથી યોગરૂપ છે. શુદ્ધ અનુષ્ઠાન ત્રણ પ્રકારે છે – વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ. (૧) વિષયશુદ્ધ જેનો વિષય એટલે કે લક્ષ શુદ્ધ હોય તે વિષયશુદ્ધ અનુષ્ઠાન. (૨) સ્વરૂપશુદ્ધ : જેનું પોતાનું સ્વરૂપ શુદ્ધ હોય તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન. (૩) અનુબંધ શુદ્ધ ઃ ઉત્તરોત્તર પરંપરા ચાલવારૂપ અનુબંધથી શુદ્ધ તે અનુબંધશુદ્ધ
અનુષ્ઠાન.
આ ત્રણ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર અનુષ્ઠાન શ્રેષ્ઠ છે. જેમ કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન શ્રેષ્ઠ છે. વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન શ્રેષ્ઠ છે.
મુક્તિના ધ્યેયથી કરાતું અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. એ વિષયથી એટલે કે લક્ષથી શુદ્ધ છે પણ સ્વરૂપથી શુદ્ધ નથી. આ અનુષ્ઠાનમાં આત્મઘાત વગેરે પ્રવૃત્તિની પ્રધાનતા હોય છે. સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણોને ધાત કરનારા દોષોને દૂર કરી શકાતો નથી.
લોકની દષ્ટિએ પ્રસિદ્ધ બનેલા યમ, નિયમ વગેરે અનુષ્ઠાનો સ્વરૂપશુદ્ધ છે. (પણ સમ્યગૂ દર્શન અને સમ્યગ જ્ઞાન ન હોવાથી) અથવા યથા સ્વરૂપે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરેનો સમ્યગુ બોધ ન હોય ત્યાં સુધી મોક્ષમાર્ગનું સ્વરૂપ થતું ન હોવાથી વ્યવહારથી યોગ કહેવાય છે. પણ એ શાસ્ત્ર મુજબ નથી. - હવે યમ, નિયમ વગેરે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. જ્યારે યમ-નિયમાદિ અનુષ્ઠાન જીવાદિ તત્ત્વોના સમ્યગુજ્ઞાનથી યુક્ત હોય અને પ્રશાંત વૃત્તિ એટલે કે કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોના વિકારથી રહિત હોય ત્યારે એ અનુષ્ઠાનો અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે થતા આ શુદ્ધ અનુષ્ઠાનની આત્મામાં પ્રવૃત્તિ થવાથી અનાદિ કાલથી રહેલા સાનુબંધ દોષોનો નાશ થવાથી મોક્ષની નજદીક લાવે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની