________________
છે. આગળના શ્લોકોમાં ધ્યાનની સિદ્ધિ માટે પ્રથમ તીર્થંકર ઋષભદેવ, ચંદ્રપ્રભુ, શાંતિનાથ, મહાવીર સ્વામી અને છેલ્લે ગૌતમ ગણધરને નમસ્કાર કરે છે. જ્ઞાનાર્ણવ ગ્રંથ રચવાનું પ્રયોજન કહે છે કે આ ગ્રંથનું નિર્માણ પોતાની કીર્તિ જગતમાં ફેલાવવાના લૌકિક પ્રયોજનથી નથી કર્યું પરંતુ ક્લેશ, સંતાપથી છૂટવા અને પોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે આ કૃતિની રચના કરી છે.
જ્ઞાનીઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થને શ્રેષ્ઠ કહ્યો છે. જૈન દર્શનમાં આ મોક્ષ અથવા મુક્તિ પ્રાપ્ત ક૨વા માટે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેય રત્નત્રયને મુક્તિનાં સાધન કહ્યાં છે. ‘જ્ઞાનાર્ણવ’માં પણ આચાર્ય શુભચંદ્ર સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રને મોક્ષનું કારણ બતાવે છે.
सम्यग्ज्ञानादिकं प्राहुर्जिना मुक्तेर्निबन्धनम् ।
तेनैव साध्यते सिद्धिर्यस्मात्तदर्थिभिः स्फुटम् ।।३.११ ।।
અર્થ : જિનોએ સમ્યજ્ઞાન વગેરેને મુક્તિનું કારણ (નિવર્ધન) કહેલું છે, કારણ કે તેની ખરી જરૂર હોય તેમના દ્વારા તેનાથી જ ખાતરીબંધ રીતે (ટમ્) સિદ્ધિ મેળવાય છે.
આચાર્ય શુભચંદ્ર આ ગ્રંથમાં મોક્ષપ્રાપ્તિની સાધનામાં ધ્યાનનું મહત્ત્વ બતાવે છે. આ ધ્યાન સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધતાપૂર્વક ક૨વાનું કહે છે. એ કહે છે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જીવાત્મા કર્મોનો નાશ કરી મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. આ રત્નત્રય પ્રાપ્ત કર્યા વગર ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી. આવી રીતે રત્નત્રયીનું મહત્ત્વ સમજાવી પ્રથમ સમ્યગ્ દર્શનનું વર્ણન કર્યું છે.
૧૯૦
यज्जीवादि पदार्थानां श्रद्धानं तध्दि दर्शनम् । निसर्गेणाधिगत्या वा तभ्दव्यस्यैव जायते ।।६.६।।
અર્થ : જે જીવાદિ પદાર્થોમાં શ્રદ્ધા કરવાની છે એ જ નિયમથી દર્શન છે. આ સમ્યગ્ દર્શન સ્વભાવથી અથવા અધિગમથી ભવ્ય જીવોને ઉત્પન્ન થાય છે. અભવ્ય જીવોને થતું નથી.
જે જીવ ભવ્ય હોય, પર્યાત્મક હોય, મન સહિત અર્થાત્ સંજ્ઞી પંચીદ્રિય
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની