________________
આચાર્ય શુભચંદ્રરચિત “જ્ઞાનાર્ણવ” પ્રસ્તાવના :
જ્ઞાનાર્ણવ આ મધ્યયુગના દિગંબર આચાર્ય શુભચંદ્ર દ્વારા રચિત યોગ અને ધ્યાન વિષયનો ગ્રંથ છે. આચાર્ય શુભચંદ્રનો સમય વિદ્વાનોએ વિ.સં. ૧૦૧૬થી વિ.સં. ૧૧૪પ વચ્ચેનો માનેલો છે. એ રાજા ભોજના સમયમાં હતા. એમના જીવન વિશે બીજી કશી માહિતી ઉપલબ્ધ નથી. “જ્ઞાનાવનું બીજું નામ ‘યોગાર્ણવ” છે. એમાં યોગીઓએ આચરવાયોગ્ય, જાણવાયોગ્ય સંપૂર્ણ જૈન સિદ્ધાંતનું રહસ્ય ભરેલું છે. ‘જ્ઞાનાર્ણવ” એટલે જ્ઞાન+આર્ણવ. જ્ઞાન અર્થાત્ જાણવું. શેય પદાર્થના યથાર્થ સ્વરૂપને સૂક્ષ્મતાપૂર્વક જાણવું. આર્ણવ એટલે સાગર. એટલે આ ગ્રંથમાં ગ્રંથકારે સમુદ્રના જળની જેમ વિપુલ જ્ઞાન ભર્યું છે.
આ ગ્રંથનો વિષય યોગ અથવા અધ્યાત્મસાધના છે. યોગમાં ધ્યાનનું સૌથી વધારે મહત્ત્વ છે. યોગના બીજા અંગ (જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ. આદિ) ધ્યાનની પ્રાપ્તિ માટે સહાયક બને છે. “સમાધિ જે યોગનું અંતિમ લક્ષ્ય છે એ પણ ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ જૈન દર્શનમાં ધ્યાન આત્માના જ્ઞાનગુણને પ્રગટ કરે છે. એટલે ધ્યાન અને જ્ઞાનમાં અતૂટ સંબંધ છે. અગિયારની શતાબ્દીના જૈનાચાર્ય શુભચંદ્ર પોતાના ધ્યાનશાસ્ત્રને જ્ઞાનશાસ્ત્રનો ગ્રંથ માની એને જ્ઞાનાર્ણવ” નામ આપ્યું છે. વિષયની દૃષ્ટિથી આ ગ્રંથ ધ્યાનનો સમુદ્ર છે એટલે ‘જ્ઞાનાર્ણવ’ના અંતમાં આચાર્ય શુભચંદ્ર આ ગ્રંથને ધ્યાનશાસ્ત્ર એમ પણ કહે છે. આ ગ્રંથમાં જ્ઞાનનો એવો મહાસાગર ભરેલો છે કે જેના સહારાથી મનુષ્ય આ સંસારસાગર પાર કરી શકે છે. અર્થાત્ આચાર્ય શુભચંદ્ર ભવાવ (ભવનો સાગર) પાર કરવા માટે “જ્ઞાનાવ’ને એક સાધન તરીકે વર્ણવે છે.
જીવ અનાદિકાળથી આ દુઃખરૂપ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. એનાથી છૂટી મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરી ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ એમ આચાર્ય શુભચંદ્ર આ ગ્રંથમાં કહે છે. એમણે સમ્ય દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને ધ્યાનનું મહત્ત્વ અને એનું ફળ અહીં વર્ણવ્યાં છે.
આ ગ્રંથમાં કુલ ૪૨ પ્રકરણ છે. પ્રથમ પ્રકરણમાં પ્રથમ શ્લોકમાં મંગલાચરણમાં આચાર્ય શુભચંદ્ર પરમાત્માને નમસ્કાર કરી ગ્રંથનો પ્રારંભ કરે
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૮૯