SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતોને ધારણ કરનારા, સમભાવમાં રહેનારા અને શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી નિર્વાહ કરનારા અને શુદ્ધ મોક્ષમાર્ગનો ધર્મોપદેશ આપનારા સુગુરુ છે. સુધર્મ દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને બચાવી તેમનું રક્ષણ કરનાર ધર્મ છે. જૈન ધર્મમાં સાધુ માટે મહાવ્રત અને શ્રાવક માટે અણુવ્રત કહ્યા છે. જિનેશ્વર સર્વજ્ઞોએ ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય એમ દસ પ્રકારનો ધર્મ બતાવેલ છે. એવી જ રીતે કુદેવ, કુગુરુ અને કુધર્મનાં લક્ષણ બતાવે છે - જેઓ સ્ત્રી, શસ્ત્ર, જપમાલાદિ રાગાદિનાં ચિહ્નો ધરાવે છે, વરદાન અને શાપ આપનારા છે તેવા દેવો પોતે જ સંસારાસક્ત હોવાથી બીજા માટે મુક્તિના કારણભૂત થઈ શકતા નથી. એવી જ રીતે સર્વ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલ અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ આપવાવાળા સુગુરુ ન કહેવાય. મિથ્યાષ્ટિઓએ પ્રવર્તાવેલો, હિંસાદિકથી દૂષિત થયેલો ધર્મ તરીકે પ્રસિદ્ધ હોવા છતાં તે સુધર્મ નથી પણ ભવભ્રમણના કારણરૂપ છે. આવી રીતે સુદેવ, સુગુરુ, સુધર્મ સાથે કુદેવ, કુગુરુ અને કુધર્મનાં લક્ષણો દર્શાવ્યાં છે. જેની સુદેવ, સુગુરુ, સુધર્મને ઓળખી એના પર શ્રદ્ધા થાય. આ પ્રમાણે સુદેવ, સુગુરુ અને સુધર્મમાં સચોટ શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવું છે. અને તે શુભ આત્મપરિણામરૂપ છે. સમ્યકત્વના શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એમ પાંચ લક્ષણો બતાવ્યાં છે. શમ ઃ ઉપશમ ભાવ, અનંતાનુબંધી કષાયોનો અનુદય. સંવેગ : મોક્ષની જ અભિલાષા, સમ્યદષ્ટિ આત્મા દેવોના અને મનુષ્યોના વિષયસુખને દુખસ્વરૂપ માને અને મોક્ષસુખ એટલે કે આત્મસુખને જ સુખસ્વરૂપ માનનારો હોય છે. નિર્વેદ ભવનો વૈરાગ્ય આ ભવને કેદખાના સમાન માને અને જેમ બને તેમ સંસારથી પાર કરવાનો પ્રયત્ન કરે. અનુકંપા બે પ્રકારની છે : દ્રવ્ય અને ભાવ. દ્રવ્યથી એટલે દુ:ખી જીવોને પોતાની શક્તિનુસાર એના દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરવો. ભાવથી ધર્મરહિત જીવોને ધર્મમાં જોડાવા પ્રયત્ન કરવો. 1 કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર ૧૫૫
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy