________________
સાધનારૂપ આઠ દૃષ્ટિનું વર્ણન કર્યું છે. આત્માને મોક્ષ સાથે જોડાણ ક૨ના૨ પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. તત્ત્વનો સાચો બોધ એ સમ્યગ્ જ્ઞાન છે અને તત્ત્વની સાચી પ્રવૃત્તિ એ સમ્યગ્ ચારિત્ર છે. આ તત્ત્વના સાચા બોધ પ્રમાણે જીવનમાં આચ૨ણ ક૨વામાં આવે તો આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે. એટલે મોક્ષનું મૂળભૂત કારણ છે સમ્યગ્ બોધ. તે બોધ અહીં દૃષ્ટિ તરીકે વર્ણવ્યો છે. એટલે આત્મામાં થતો જ્ઞાનનો ઉઘાડ એને જ દૃષ્ટિ તરીકે વર્ણવી છે. યોગમાર્ગમાં આ બોધ પ્રારંભમાં અગ્નિના એક નાના તણખા જેવો હોય છે. વધતો વધતો તે ચંદ્રના પ્રકાશ જેવો તેજસ્વી બને છે. આ બોધને તેના આત્મપ્રકાશની માત્રાની દૃષ્ટિએ આઠ વિભાગમાં વહેંચી તેને આઠ યોગદૃષ્ટિ તરીકે અહીં વર્ણવી છે. આ આઠ દૃષ્ટિમાં પહેલા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકનો સમાવેશ કર્યો છે.
અનંતાનંત કાળ આ સંસારમાં અવ્યવહા૨ાશિ એટલે કે સૂક્ષ્મનિગોદમાં પસા૨ ક૨ી સિદ્ધ બનેલા એક જીવના ઉપકારથી આ જીવ વ્યવહારરાશિમાં આવે છે. અનંતાનંત કાળ ત્યાં રખડી કાળની સાનુકૂળતા થતાં ચ૨માવર્તમાં આવે છે. ચ૨માવર્તમાં પ્રવેશ થતાં જ જીવમાં ધર્મ પામવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી જીવને સંસારનો રાગ અને મુક્તિનો દ્વેષ હતો પણ ચ૨માવર્તમાં પ્રવેશ કર્યા પછી આત્મા પરથી ઘણો બધો કર્મનો ભાર ઓછો થાય છે. સંસારનો રાગ ઘટે છે અને મુક્તિ પ્રત્યેનો રાગ જાગે છે. ત્યારથી યોગમાર્ગની સાધના ચાલુ થાય છે. આ અવસ્થાને શાસ્ત્રમાં અપુનર્બંધક તરીકે ઓળખાવી છે. વ્યવહારનયે અપુનર્બંધક અવસ્થાથી યોગની શરૂઆત થાય છે. જ્યારે નિશ્ચયનયે ગ્રંથિભેદિજનિત સમ્યગ્દર્શનથી યોગમાર્ગની શરૂઆત થાય છે.
અનાદિકાળથી સંસારમાં રખડતા જીવે અનેક વખત ધર્મ કર્યો છે જેના ફળસ્વરૂપે એને અનેક વખત દેવલોક પ્રાપ્ત થયો છે. પરંતુ એ ધર્મ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ આદિ દોષથી યુક્ત હોવાથી તેમજ અદ્વેષ, જિજ્ઞાસા આદિ ગુણોની પ્રાપ્તિ થયેલ ન હોવાથી એ ધર્મ મોક્ષ મેળવવામાં સહાયક બનતો નથી. અર્થાત્ તે ધર્મ યોગરૂપ બનતો નથી. આવા ધર્મને અહીં ઓઘદૃષ્ટિનો ધર્મ કહ્યો છે. આ જીવો ધર્મશ્રદ્ધાળુ હોય છે. શાસ્ત્રજ્ઞાન પણ હોય છે પણ તત્ત્વનો બોધ હોતો નથી. એટલે તાત્ત્વિક ધર્મને પામી શકતા નથી. જેથી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકતા નથી
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૪૧