________________
અને આ સંસારચક્રમાં જ ફર્યા કરે છે. ધર્મ કરવા છતાં તેઓ મોક્ષમાર્ગ પ્રાપ્ત નથી કરી શકતા કારણ તેમને સંસારના પોગલિક સુખમાં જ રસ હોય છે. આત્મિક સુખની કલ્પના હોતી નથી. એટલે જ ઓઘદૃષ્ટિવાળા આ ભવાભિનંદી જીવને સંસારનું સુખ હોય છે, એકમાત્ર આધ્યાત્મિક સુખ જ ઉપાદેય છે એવું પ્રણિધાન હોતું નથી તેને કારણે ધર્મ કરવા છતાં ખેદ, ઉદ્વેગ વગેરે દોષો રહે છે જેનાથી એ ધર્મ યોગસ્વરૂપ બનતો નથી. યોગધર્મને આ ઓઘદૃષ્ટિના ધર્મથી જુદો પાડવા આચાર્ય હરિભદ્રસૂરીએ ‘દષ્ટિ’ શબ્દના પૂર્વે યોગ શબ્દ મૂકી યોગદષ્ટિ તરીકે વર્ણવ્યો છે. આ યોગદષ્ટિ એટલે સમ્યમ્ શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન. શ્રદ્ધા અને પરિણતિપૂર્વકનું જ્ઞાન હોય તે જ સમ્યગૂ જ્ઞાન કહેવાય છે. એટલે અહીંદષ્ટિ શબ્દમાં રત્નત્રયીનો સમાવેશ કર્યો છે. આ આઠેય દૃષ્ટિ રત્નત્રયીના જ ઉત્તરોત્તર વિકાસની ભૂમિકા છે. એટલે જ આઠ દૃષ્ટિ મોક્ષ પ્રાપ્ત કરવાનાં આઠ પગથિયાં સમાન છે જ્યાં છેલ્લી પરાષ્ટિમાં જીવ મોક્ષપ્રાપ્તિ કરે છે.
આ યોગદૃષ્ટિસમુચ્ચય” ગ્રંથ દ્વારા આચાર્ય હરિભદ્રસૂરિ યોગમાર્ગનું મહત્ત્વ સમજાવે છે. જૈન દર્શન તેમજ અન્ય દર્શનમાં પણ યોગનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જેનદર્શનમાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયીની સાધના એ મહાયોગ છે. એની સાધના કરીને અનંતાનંત આત્માઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. એટલે ગીતાર્થજ્ઞાની પુરૂષોએ અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોનો ઉદ્ધાર કરવા યોગમાર્ગ બતાવ્યો છે.
યોગના પાલન દ્વારા આત્માની પરિણતિ નિર્મળ બને છે અને વૃદ્ધિ પામે છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. યોગનું ફળ છે વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ. જેના દ્વારા જીવ ગુણસ્થાનકનો વિકાસ કરે છે. આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, રમણતા કરે છે અને અંતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી વીતરાગતા પામી કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
૧૪૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS