________________
આરાધનારૂપ તથા તત્ત્વત્રયીની ઉપાસનારૂપ બ્રહ્મમાં ચર્યા છે. આવી શીલરૂપી લંગોટને સમક્તિરૂપી દોરીથી કમર સાથે નહિ પણ ચિત્ત સાથે બાંધીને ઉપર શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકેય, અનુકંપા તથા સમક્તિના સડસઠ પ્રકારની ગાંઠ ધુલ ધુલ પુલાઉં એટલે કે કસકસાવીને બાંધવાની છે. અને તત્ત્વરૂ૫ ગુફામાં પ્રવેશ કરી ચેતનતત્ત્વ અર્થાત્ આત્મતત્ત્વને જાગ્રત કરવાનો છે. આગળ કહે છે કે આ ભૂમિકામાં પહોંચવા માટે, આત્માનુભવ કરવા માટે આઠ કર્મરૂપી જે મળ છે એને જ્ઞાન ધ્યાનાગ્નિમાં જલાવીને નાશ કરવાનો છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપી મળને બાળવાની જરૂર છે. એના માટે જ્ઞાન હવનકુંડમાં ધ્યાનનો અગ્નિ પેટાવવાનું કહે છે જેનાથી આત્મા પર લાગેલાં કર્મો બળીને ભસ્મીભૂત થાય. જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ અશુભધ્યાને કર્મબંધ કરે છે અને શુભધ્યાને કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ અગ્નિમાં કર્મોને બાળવાનાં છે.
આવી રીતે આ પદમાં યોગમાર્ગ ગ્રહણ કરી પોતાના આત્માને પરમાત્મા બનાવવાનો, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો મોક્ષમાર્ગ આનંદઘનજી બતાવે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૫