SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીએ રચેલાં યોગલક્ષી સ્તવન : જૈન આમ્નાય પ્રમાણે “મોક્ષ સાધક શુભ વ્યાપારીને યોગ” કહેવામાં આવે છે. યોગ’ શબ્દ “યુજ' ધાતુમાંથી આવે છે. યુજ' ધાતુનો અર્થ ‘જોડવું થાય છે. એ ધાતુમાંથી ‘યોગ’ શબ્દ મોક્ષ સાથે આત્માને જોડે તે અર્થમાં વપરાય છે. એટલે મોક્ષસાધક ધર્મવ્યાપારને અથવા મોક્ષપ્રાપક શુભ વ્યવહારને યોગ કહેવામાં આવે છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગવિંશિકા ગ્રંથમાં યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે – ‘સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ.' આ વ્યાખ્યા પ્રમાણે નાની પ્રશસ્ત શુભ ક્રિયાથી માંડીને સંપ્રજ્ઞાત યોગ સુધીની અથવા જૈન પરિભાષા પ્રમાણે શેલેશીકરણ સુધીની સર્વ ક્રિયાઓ અને ચિત્તવૃત્તિનો નિરોધ એ સર્વનો યોગમાં સમાવેશ થાય છે. આનંદઘનજીએ યોગની આ જુદી જુદી અવસ્થાનો ખ્યાલ એમનાં સ્તવનો અને પદોમાં આપ્યો છે. એમણે પોતાનું સમગ્ર જીવન અધ્યાત્મની સાધનામાં, યોગસાધનામાં પસાર કર્યું. અને યોગની છઠ્ઠી દષ્ટિ અને છઠ્ઠા ગુણસ્થાન સુધીની વિશુદ્ધિને તેઓ પામ્યા. એના માધ્યમે એમણે પ્રાથમિક યોગથી માંડીને ઉત્કૃષ્ટ યોગ સુધીની દશાનો અનુભવ બહુ અસરકારક રીતે કરાવ્યો છે. એમના લખેલાં ચોવીસ ૨૨ તીર્થકરોનાં સ્તવનોમાં સાધકનો મોક્ષપ્રાપ્તિ સુધી વિકાસક્રમ સૂચિત કરેલો છે. ત્રીજા સંભવનાથ ભગવાનના સ્તવનમાં યોગપ્રાપ્તિ માટે પૂર્વસેવાને અંગે ભૂમિકાની શુદ્ધિ બતાવી છે. સંભવદવ તે ધૂર સેવો સવે રે, લહી પ્રભુ - સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ... સંભવદેવ... નાના ભય ચંચળતા હો પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ, ખેદ પ્રવૃત્તિ હો કરતા થાકીએ રે, દોષ અબોધ લિખાવ.. નારી! ચરમાવરતે ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક... //૩/ સંભવદેવ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy