SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ યોગ એટલે શું? યોગ શબ્દ મૂળ “યુન' ધાતુ પરથી આવ્યો છે. જેના બે અર્થ છે – એક અર્થ છે જોડવું, સંયોજન કરવું. અને બીજો અર્થ છે - સમાધિ, મન:સ્થિરતા. આવી રીતે યોગ’નો અર્થ સંયોગ કરવો અને મન:સ્થિરતા કરવી એમ બેઉ રીતે છે. ભારતીય યોગદર્શનમાં બંને અર્થમાં આ શબ્દનો ઉપયોગ થયો છે. જૈન પરંપરામાં ‘સંયોગ અર્થમાં સ્વીકૃત છે. જ્યારે ‘પાતંજલ યોગસૂત્રમાં યોગ શબ્દ ‘સમાધિ અર્થમાં ગ્રહણ કરેલો છે. યોગ એ વિશિષ્ટ સાધનાપદ્ધતિ છે જેનો સંબંધ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ સાથે છે. યોગ અથવા સાધનાની પરંપરા ખૂબ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પરંપરા જેનોના આગમોમાં, બોદ્ધોના પિટકોમાં અને પતંજલિ મુનિના યોગદર્શનમાં મળે છે. પાતંજલ યોગસૂત્ર” એ યોગદર્શનનો પ્રાચીનતમ ગ્રંથ છે. યોગનાં બધાં સાધનોને નિયમબદ્ધ સૂત્રોમાં ગૂંથી લીધાં હોવાથી ‘પાતંજલ યોગદર્શન’ એ યોગનો સૌથી પ્રમાણભૂત પાઠ્યગ્રંથ મનાય છે. પતંજલિ મુનિએ ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસ યોગસંબંધિત ધારણાઓને એમના યોગસૂત્રમાં સંગ્રહિત
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy