________________
પડિલેહણ આદિ સાધુની આવશ્યક ક્રિયાઓ છે. શ૨ી૨ દ્વારા જે કંઈ નાનીમોટી ક્રિયાઓ થાય છે તેમાંથી પ્રશસ્ત ભાવથી, દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના અનુરાગથી અને પુણ્યના બંધના લક્ષણવાળી જે ક્રિયા થાય છે તેને ‘કર્મયોગ’ કહેવામાં આવે છે.
કર્મયોગનું સ્વરૂપ સમજાવ્યા પછી ઉપાધ્યાયજી જ્ઞાનયોગનું સ્વરૂપ સમજાવે છે.
જ્ઞાનયોગ શુદ્ધ તપરૂપ છે. આ એવું તપ છે જેમાં આત્મરતિ એનું મુખ્ય લક્ષણ છે. આત્મા પ્રત્યે પ્રીતિ, આત્મસન્મુખ થવાની ઉત્કટ અભિલાષા આ તપમાં હોય છે. તેથી એ તપ પુણ્યના બંધનું નિમિત્ત ન બનતાં કર્મની નિર્જરાનું નિમિત્ત બને છે. ઇંદ્રિયોના વિષયો પૌદ્ગલિક સુખ ત૨ફ જીવને ખેંચી જાય છે. જ્ઞાનયોગમાં પૌદ્ગલિક સુખની કોઈ અભિલાષા રહેતી નથી. ઇન્દ્રિયોના વિષયોથી ઉપર ઊઠવાની ભાવના રહે છે, માત્ર મોક્ષના સુખની અભિલાષા પ્રવર્તતી રહે છે. એટલે જ્ઞાનીની ક્રિયાઓ કર્મનો શુભ પ્રકા૨નો બંધ કરાવનાર નહિ પણ કર્મની નિર્જરા કરાવનાર હોય છે. એથી જે ક્રિયાઓ અન્યને સ્વર્ગસુખ આપી સંસારમાં રાખે છે એ જ ક્રિયાઓ મોક્ષના લક્ષ સાથે, આત્મસ્વરૂપમાં લીન થવા માટે જ્ઞાનયોગી દ્વારા કરવામાં આવે છે ત્યારે તે મોક્ષપદ અપાવી શકે છે. આથી જ કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે એટલે જ એનું વિશેષ મહાત્મ્ય છે.
પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા આવી શકે નહિ. જ્ઞાનયોગને ચિત્ત સાથે વધુ સંબંધ છે. એટલે જ્ઞાનયોગમાં ચિત્તની શુદ્ધિ એ પ્રથમ આવશ્યકતા છે. ચિત્તશુદ્ધિના જે વિવિધ ઉપાયો છે તેમાં મહત્ત્વનો ઉપાય તે કર્મયોગ છે. અર્થાત્ દૈનિક આવશ્યકાદિ ક્રિયાઓ યોગીઓ માટે આરંભકાળના અભ્યાસમાં આવશ્યકાદિ સત્ ક્રિયાઓ કરવી જરૂરી છે જેથી ચિત્ત ભિન્ન ભિન્ન વિષયોમાં ન ભટકતાં મન પરોવાયેલું રહે અને આત્મામાં સ્થિર થાય. એટલે યોગીઓએ આરંભના અભ્યાસકાળમાં
જ્ઞાનની પરિપક્વ દશા થાય ત્યાં સુધી આ ક્રિયાઓ કરવી જોઈએ. એવી દશા પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત વિવિધ વિષયોમાં ભટકતું નથી. જ્ઞાનયોગી અંતર્મુખ બને છે. જ્ઞાનયોગ સિદ્ધ કરવા માટે પહેલાં કર્મયોગ સિદ્ધ કરવો પડે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૭