________________
જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી સ્થિર
ભાવથી આત્મા તે જ પરમાત્મા એવું ચિંતન કરે. (૨) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં યોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે -
“સર્વ યોગા ૩' અર્થ : સમત્વ એ જ યોગ કહેવાય. જે પણ કંઈ કર્મ કરાય છે એ પૂર્ણ થાય કે ન થાય અને એ કર્મના ફળ વખતે સમભાવમાં રહેવું એ જ સમત્વ છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે મનની તટસ્થતા તે સમત્વ છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું છે –
योगस्थः कुरु कर्माणि संङ्ग त्यक्त्वा धनंजय । सिध्दथसिध्दयोः समो भूत्वा समत्वं योग ऊच्यते ।।२.४८।।
અર્થ : “હે ધનંજય (અર્જુન), આસક્તિ (એટલે કે રાગ, કામના, ફળની ઇચ્છા) ત્યજીને સફળતા અને અસફળતામાં સમબુદ્ધિ થઈ યોગમાં સ્થિત થઈ તું કર્મ કર. કારણ કે સમત્વ એ જ યોગ છે.” આ જ અધ્યાયમાં આગળ શ્રીકૃષ્ણ યોગની વ્યાખ્યા કરતાં કહે છે -
बुध्दियुक्तो जहातीह ऊभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ।।५०।। અર્થ : સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે - તેમનાથી મુક્ત થાય છે. માટે તું સમસ્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમસ્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. (૩) જૈન દર્શનમાં ત્રિવિધ યોગ કહ્યો છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાને ત્રિવિધ
યોગ કહે છે. કારણ શુદ્ધ શ્રદ્ધા (સમ્યગ્દર્શન), શુદ્ધ જ્ઞાન (સમ્યક જ્ઞાન) અને શુદ્ધ ચારિત્ર (સમ્યક ચારિત્ર)ની સાધના વડે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ત્રિવિધ યોગ જ જૈન દર્શનમાં રત્નત્રયી તરીકે પ્રસિદ્ધ છે. આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ જ યોગ છે. આચાર્ય ઉમાસ્વાતિ એ આ
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૩