SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ જે શુદ્ધ સ્વરૂપી છે એનો જ્યારે યોગ થશે ત્યારે તે મોક્ષમાર્ગમાં આગળ વધશે. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ સે દુગસે મિલકે, ૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જિવહી ।।૭।। જેની અંતરંગઢષ્ટિ ખૂલી છે તેને એના જ્ઞાનચક્ષુથી સર્વત્ર પરમાત્મતત્ત્વ દેખાય છે. અને એ સ્વસ્વરૂપમાં રમણતા કરતાં શુદ્ધ સહજાત્મા એવા નિરંજન દેવનો રસ અર્થાત્ આનંદ અનુભવે છે. એવા શુદ્ધાત્માનુભૂતિરૂપ યોગને પામેલો યોગી યુગોયુગ એટલે અનંતકાળ સુધી મોક્ષરૂપ અજરામ૨ પદ પ્રાપ્ત કરે છે. તે પદમાં અનંતકાળ સ્થિતિ કરી રહે છે. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. શ્રીમદ્ રાજચંદ્રની આ અંતિમ રચના છે. અહીં શ્રીમદ્ રાજચંદ્ર, જેઓએ પોતાની બાહ્ય પરિણતિ ટાળીને જેમની અંતર પરિણતિ અંતરવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે એવા યોગીઓની ઇચ્છા બતાવે છે. એવા મુમુક્ષુ યોગી મહાત્માઓ નિરંતર અનંત સુખસ્વરૂપ મોક્ષપદને ઇચ્છે છે. તે પદ શુદ્ધ આત્મપદરૂપ સિદ્ધપદ છે. આઠે કર્મ ક્ષય થઈ, દેહાદિથી મુક્ત થઈ અયોગી વિદેહમુક્ત એટલે એ સંપૂર્ણ શુદ્ધ આત્માનું સહજાત્મસ્વરૂપ પદ છે. તે પદ સયોગી સ્વરૂપે એટલે દેહધારી, જીવનમુક્ત, ચા૨ ઘાતીકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટકધારી એવા અરિહંત જિન પ૨માત્મા રૂપે છે. જેવું જિનેશ્વર ભગવાનનું અનંત જ્ઞાનાદિ એશ્વર્યયુક્ત શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ આ પદ છે તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે અને આ આત્માના સ્વરૂપમાં ભેદ નથી. વર્તમાનમાં જિનેશ્વર ભગવાનનું આ પરમાત્મપદ વ્યક્ત પ્રગટ છે જ્યારે આ જીવનું, આત્માનું એ કર્મોથી આવરિત છે. પરંતુ તે કર્મ ટળી શકવાયોગ્ય છે અને પોતાનું પરમાત્મપદ જિન ભગવાનની માફક પ્રગટ, વ્યક્ત પ્રકાશિત થવાયોગ્ય છે. એના માટે જિનેશ્વર ભગવંત, ગણધર, આચાર્યોએ જે બોધ આપ્યો છે તે સદ્ગુરુનું અવલંબન લઈ, સદ્ગુરુની કૃપાથી જિન ભગવાનનો અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૬
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy