________________
રહ્યો છે. ‘પ્રેક્ષા’ શબ્દ ‘ઇક્ષ’ ધાતુથી બનેલો છે. ઇક્ષ એટલે જોવું અને પ્રેક્ષા પ્ર+ઇક્ષા અર્થાત્ ખૂબ ઊંડાણમાં ઊતરીને જોવું. જાણવું અને જોવું એ ચેતનાનું લક્ષણ છે. સંસારમાં આવૃત્ત થયેલ ચેતનામાં જાણવા અને જોવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. તેને વિકસિત કરવા માટેનું સૂત્ર છે - ‘જાણો અને જુઓ.’
‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે - ‘સંપિકખએ અપ્પગમપ્પએણં’ - અર્થાત્ આત્મા દ્વારા આત્માની સંપ્રેક્ષા કરો. સ્થૂળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુઓ. સ્થૂળ ચેતના દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુઓ. ‘જુઓ’ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. તેથી આ ધ્યાનપદ્ધતિનું નામ ‘પ્રેક્ષાધ્યાન’ છે.
સાધનાપદ્ધતિ આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે હોય છે. જૈન દર્શન અનુસાર આત્માનું સ્વરૂપ છે - અનાવૃત્ત ચૈતન્ય, અપ્રતિહત શક્તિ અને સહજ આનંદ (વીતરાગતા). આત્માનું શુદ્ધ સ્વરૂપ આત્માનું ધ્યાન કરવાથી પ્રગટ થાય છે. આત્માનું મુખ્ય લક્ષણ છે - ચૈતન્ય. ચૈતન્ય જ્ઞાન- દર્શનાત્મક સ્થિતિ છે. જ્ઞાન અને દર્શનનો અર્થ છે જાણવું અને જોવું. એટલે આત્માના ધ્યાનમાં એને જાણવાનું અને જોવાનું હોય છે. આ આધા૨ ૫૨ આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞે કહ્યું છે -
આ ધ્યાનપદ્ધતિનાં બે નામ હોઈ શકે છે - વિપશ્યના અને પ્રેક્ષા. આચારાંગમાં આ બેઉ નામનો પ્રયોગ કરેલો છે. ‘વિપશ્યના’ આ નામ બૌદ્ધ સાધનાપદ્ધતિ તરીકે બહુ પ્રચલિત છે. એટલે જૈન સાધનાપદ્ધતિનું નામ પ્રેક્ષા રાખ્યું છે. આવી રીતે આ સાધનાપદ્ધતિ ‘પ્રેક્ષાધ્યાન’ તરીકે પ્રચલિત થઈ છે. એનો મૂળ સ્રોત છે - આચારાંગ સાથે બીજા આગમ. આગમોના ઉત્તરવર્તી ગ્રંથ તેમજ શ્રમણ ભગવાન મહાવી૨ પછીના ૨૫૦૦ વર્ષના સમયમાં થયેલ ધ્યાનના પ્રયોગો, અનુભવ અને પરિણામોનું સંકલન છે.
ધ્યાનનું સ્વરૂપ અપ્રમાદ છે. ચૈતન્યનું જાગરણ કે સતત જાગરૂકતા. જે જાગ્રત થાય છે તે જ અપ્રમત્ત બને છે. જે અપ્રમત્ત બને છે તે જ એકાગ્ર થઈ શકે છે. એકાગ્ર ચિત્તવાળી વ્યક્તિ જ ધ્યાન કરી શકે છે. પ્રેક્ષાધ્યાન એ અપ્રમાદની જ સાધના છે.
પ્રેક્ષાધ્યાનપદ્ધતિનું સર્વોપરિ લક્ષ્ય છે - વીતરાગતા. પ્રેક્ષાધ્યાનનું આદિબિંદુ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૬૦