________________
ધ્યાન અને કાયોત્સર્ગ જ છે. અને સાથે આ સાધનાકાળમાં એમણે દીર્ઘ ઉપવાસ પણ કર્યા છે. ધ્યાન માટે શ૨ી૨નું નિર્દોષ હોવું બહુ જરૂરી છે. આ નિર્દોષતા આહારના સંયમથી પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિ આહાર-સંયમ કરી શકે છે એ જ ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે.
જૈન દર્શનમાં નિર્જરા (તપ)ના બાર ભેદ બતાવ્યા છે. છ બાહ્ય તપ અને છ અત્યંત૨-એમ બાર પ્રકાર છે. તેમાં ધ્યાનની મુખ્યતા છે. બાકીના ભેદો ધ્યાનની જ શુદ્ધિ અને વૃદ્ધિમાં હેતભૂત બને છે. ઉપવાસ, આહા૨-સંયમ (અવમૌદર્ય), વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાઓ (વૃત્તિપરિસંખ્યાન) અને રસપરિત્યાગ આ ચારે પ્રકા૨ના તપ બહુ જ ઉપયોગી છે. આ સાધ્યા પછી શરીરના સ્થિરતા માટે આસન બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આસન સિદ્ધ થતાં નથી ત્યાં સુધી દીર્ઘકાલીન ધ્યાન થઈ શકતું નથી. આસન સિદ્ધ થયા પછી ઇન્દ્રિય અને મનને અંકુશમાં રાખવાનું આવશ્યક છે. ઇન્દ્રિયવિજય અને કષાયવિજયની સાધનાથી આપણા માનસિક દોષોની વિશુદ્ધિ થાય છે. આ સ્તર પર પહોંચ્યા પછી પોતાના અંહના વિસર્જન અને સમર્પણનો અભ્યાસ કરવાની જરૂર છે. જ્યાં સુધી સાધકનો અહં નષ્ટ થતો નથી ત્યાં સુધી એ સાધના પ્રત્યે સમર્પિત થઈ શકતો નથી. સમર્પિત સાધક પોતાની જ્ઞાનચેતનાને વિકસિત કરવા માટે સ્વાધ્યાયનું આલંબન લે છે. આવી રીતે ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે. આવી રીતે વ્યવસ્થિત ભૂમિકા તૈયા૨ કરીને સાધક સહજ ભાવથી ધ્યાનમાં આગળ વધી શકે છે.
પ્રેક્ષાધ્યાન એ ધ્યાનની સાધના છે. એ પ્રાયોગિક સાધના છે. એના જે સિદ્ધાંત છે એના આધા૨ ૫૨ પ્રયોગ છે. પ્રેક્ષાધ્યાનના સિદ્ધાંત પ્રયોગની ભૂમિકા ૫૨ સમજાવ્યા છે. જૈન આગમ-આચારાંગ, સ્થાનાંગ અને ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રેક્ષાના પુષ્ટ અને મોલિક આધાર ઉપલબ્ધ છે. એના ઉપ૨થી એવો નિષ્કર્ષ નીકળે છે કે જૈન પરંપરામાં ધ્યાનની એક વ્યવસ્થિત અને અવિચ્છિન્ન પરંપરા રહેલી છે. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આ આગમોમાં ઉપલબ્ધ ધ્યાનનાં તત્ત્વોનું ધ્યાનની બીજી પદ્ધતિઓ સાથે તુલનાત્મક અધ્યયન કરી પ્રયોગ કર્યા. જૈન આગમિક આધાર અને આ પ્રયોગોનો અનુભવ એ બેઉના સંમેલનથી આ પદ્ધતિનો (અર્થાત્ પ્રેક્ષાધ્યાનનો) ઉદ્ભવ થયો અને ઉત્તરોત્તર વિકાસ થતો
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૯